GUJARAT

Ahmedabad: દેશમાં કટોકટી લાગુ કરવી એ ધર્મનું બલિદાન, જેને સ્વીકારી શકાતો નથીઃઉપરાષ્ટ્રપતિ

  • ગુજરાત યુનિવર્સિટી ખાતે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનો પ્રારંભ
  • રાજ્યપાલ અને મુખ્યમંત્રી તેમજ શ્રીલંકા, ભૂતાન, નેપાળના મંત્રી ઉપસ્થિત રહ્યા
  • ધર્મ-ધમ્મના વ્યાપક દૃષ્ટિકોણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતું આ સંમેલન ખાસ છે: ઉપરાષ્ટ્રપતિ

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે આજે શુક્રવારે દેશના ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં 8માં આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ શ્રીલંકા, ભૂતાન, નેપાળના મંત્રીઓ સહિત વિવિધ દેશોની ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનના શુભારંભ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, કટોકટી લાગુ કરવી એ ધર્મનું બલિદાન હતું, તે અધર્મ હતો જેને સ્વીકારી શકાતો નથી, માફ કરી શકાતો નથી, અવગણી શકાતો નથી અથવા ભૂલા શકાતો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ધર્મ-ધમ્મના વ્યાપક દૃષ્ટિકોણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતું આ સંમેલન ખાસ છે. હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન જ્ઞાનમાં રહેલા ધર્મના વિચારો હજારો વર્ષોથી હતા, એટલે જ આજે પણ સુસંગત છે. ભારતની વૈદિક પરંપરાથી માંડીને સમગ્ર ખંડમાં ફેલાયેલી બૌદ્ધ ફ્લિસૂફી સુધી ધર્મ અને ધમ્મની વિભાવનાઓએ એકીકરણનો દોર પૂરો પાડયો છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ એક જ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સ માટે ગુજરાતની ધરતીની પસંદગીને યોગ્ય ગણાવી કહ્યું કે, દેશના વિકાસમાં રોલમોડલ તરીકે ઉભરી આવનાર ગુજરાત ધર્મ અને ધમ્મનો સાચો સંગમ છે. આ કોન્ફરન્સમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રી વિદુરા વિક્રમનાયકા, ભૂતાનના ગૃહમંત્રી ત્શેરિંગ તથા નેપાળના પ્રવાસનમંત્રી બદ્રી પ્રસાદ પાંડેય, શ્રીલંકાની મહાબોધી સોસાયટી, રૂસ, મ્યાનમાર સહિતના દેશોના બૌદ્ધ ધર્મના મહાનુભાવો તથા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતાં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button