GUJARAT

Ahmedabad News: હવે અમદાવાદમાં પણ નબીરાઓએ એસજી હાઈવેને બનાવ્યો રેસિંગ ટ્રેક

  • નબીરાઓએ 10 કારના કાફ્લા સાથે રસ્તો બ્લોક કર્યો પણ ટ્રાફિક પોલીસ નતમસ્તક
  • નબીરાઓને રોકવા સામે પોલીસની કામગીરી અને ડ્રાઈવ માત્ર કાગળ પર દોડતી હોવાનો ઘાટ : ક્રાઇમ બ્રાન્ચે બેની અટકાયત કરી
  •  એસ.જી.હાઇવે અને વૈષ્ણોદેવી પાસે 8 થી 10 કારના કાફ્લા સાથે નબીરાઓએ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો

અમદાવાદના એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બની ગયો છે અવારનવાર અહીયા કાર રેસ, કાર સ્ટંટના દ્શ્યો સામાન્ય બની ગયા છે ત્યારે વધુ એક વાઈરલ વીડીયોએ ટ્રાફિક પોલીસના ચેકિંગના દાવાને પોકળ સાબિત કરી દીધા છે.

એસ.જી.હાઇવે અને વૈષ્ણોદેવી પાસે 8 થી 10 કારના કાફ્લા સાથે નબીરાઓએ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. જેમાં આખો રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુરઝડપે ચલાવી રહ્યાં છે.આટલું જ નહિ નબીરાઓને પોલીસનો કોઇ ડર ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં પસાર થઈ રહ્યા છે. હવે આ વીડિયો વાઈરલ થતા હમેશની જેમ ટ્રાફ્કિ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે મહત્વનું છે કે વીડિયો વાઇરલ થયાના 48 કલાકથી વધુ સમય થયો હોવા છતા પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદ નોધવામાં આવી નથી.તાજેતરમાં જ ગાંધીનગરમાં નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો બનાવી વહેતો કર્યો હતો જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આવો જ એક વીડિયો અમદાવાદમાં વાઈરલ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનુ કારણ બની ગયો છે. છાશવારે રોંગ સાઈડ, હેલમેટ નહી પહેરવાના, બ્લેક ફિલ્મો વાળી કારને રોકીને દંડ કરવા વાળી ટ્રાફિક પોલીસ આવા નબીરાઓ સામે નત મસ્તક થઈ રહી છે. વીડિયો વાયરલ થયાના 48 કલાક બાદ શહેર ટ્રાફ્કિ પોલીસના ધ્યાનમાં આવ્યો છે પણ હજુ સુધી તપાસ જ કરી રહ્યા છે.આ અંગે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી લીધી છે.

અમે કારના નંબર પ્લેટ પરથી ઓળખ કરી રહ્યાં છે- ટ્રાફિક ડીસીપી

પશ્વિમ ટ્રાફ્કિ ડીસીપી નિતા દેસાઈએ જણાવ્યું હતુ કે, વીડિયો મળતા જ અમે કારના નંબર પ્લેટ પરથી આઈડેન્ટિફય કરી રહ્યા છે હાલ આ બાબતે કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી પરંતુ આઈડેન્ટિફય થયા પછી ફરિયાદ દાખલ કરાશે જો કે વીડિયો ક્યારે બનાવાયો હતો , કોણે બનાવ્યો તે અંગે હજુ સુધી પોલીસને પણ જાણવા મળ્યુ નથી. વીડિયોમાં દેખાઇ રહેલા કેટલાક નબીરાઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા છે પરંતુ ફેન બંધ આવી રહ્યા છે.

જાહેર રસ્તાને રેસિંગ ટ્રેક સમજતા નબીરાઓ સામે કામગીરી કાગળ પર

અમદાવાદના સિંધુભવન રોડ અને એસજી હાઇવે પર મોટી રાત્રે નબીરાઓ અવારનવાર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. જયારે આવા બનાવના વીડીયો સામે આવે છે ત્યારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને હવે ફરી આવા બનાવોને રોકવા માટે સતત પેટેલિંગના દાવા કરવાનુ વચન આપી દે છે પણ તેનુ પાલન થતુ જ નથી, એટલુ જ નહી તથ્ય પટેલ કાંડ બાદ પોલીસ દ્વારા અનેક ડ્રાઇવ યોજવાના દાવા કરાતા હતા પણ પરિણામ લોકોની નજર સામે જ છે. પોલીસ દ્વારા કામગીરી અને ડ્રાઇવ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button