GUJARAT

Ahmedabad Rain: શહેરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ખુશીનો માહોલ

  • 24 અને 25 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી
  • અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ બની
  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ

અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

24 અને 25 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. 24 અને 25 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી છે. અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના તમામ ભાગમાં ભારે વરસાદ થશે. 25 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં આગામી એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઘણા વર્ષો બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે સક્રિય થઇ છે. બન્ને તરફથી બનતી વરસાદી સિસ્ટમથી ભારે વરસાદની આગાહી છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ બની

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ બની છે. તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેમાં આ સિસ્ટમથી 24 અને 25 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આગામી 24 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના તમામ ભાગમાં ભારે વરસાદ થશે. તથા 25 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button