GUJARAT

Porbandar: જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે

  • રાઘવજી પટેલ જાતે જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવશે
  • જૂનાગઢ, દ્વારકા અને પોરબંદરમાં વરસાદથી જમીનનું ધોવાણ
  • જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરશે

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે. અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે.

300 કરોડની આસપાસ સહાયની રકમ જાહેર થશે

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે પોરબંદર ઘેડની મુલાકાતે છે. મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબનું વળતર જાહેર થશે. અંદાજિત 300 કરોડ આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે.

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી હતી

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થયેલ છે, તેમજ ડેમ ઓવરફ્લો થતા ખેતરો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેને લીધે ઘરવખરી અને પાકને નુકશાન થયું હતું. જેથી નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવા રજુઆત કરવામાં આવેલ છે.

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે તેમજ પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી આવવાથી ખેડુતોની જમીનનું ધોવાણ થયું છે. ખેડુતો દ્વારા કરવામાં આવેલ તમામ પાકનાં વાવેતરને ભારે નુકશાન થયું છે, ખેતરો તેમજ ગામોમાં પાણી ભરાયા છે. જેનાં લીધે ખેડુતોનો મહામૂલ્ય ઉભો પાક નાશ થયેલ છે. અને નદિ કાંઠાનાં ખેતરોનું ખુબ જ ધોવાણ થયેલ છે. ઘેડ વિસ્તારમાં આવેલ ભાદર, મીણસાર, ઓઝત, મધુવંતી, બરડા વિસ્તારમાં વર્તુ-1,2 જેવી તમામ નદિઓમાં ઘોડાપુર આવેલા છે. આ જિલ્લાનાં ઉપરવાસમાં આવેલા ડેમો ભરાઇ જવાથી તેમાથી પણ પાણી છોડવામાં આવેલ છે. તે તમામ પાણી ઘેડ તથા બરડા પંથક તથા શહેરી વિસ્તારમાં પાણી ફરી વળ્યુ હતું. અને આ પાણી લોકોનાં ઘરમાં ધુસી ગયા હોવાથી લોકોની ઘરવખરીને પણ ભારે નુકશાન થયું છે. વેપારીઓને પણ નુકશાન થયેલ છે. તેમજ લોકોને પોતાનું ઘર મુકીને સ્થાળાંતર કરવાની ફરજ પડી છે. આ કુદરતી આપત્તિને લીધે લોકોને ખુબ જ નુકશાન થયેલ હોય, જે નુકશાનીનો સર્વે કરાવી પાક નિષ્ફળ ગયો છે તેમને પાકનું વળતર તેમજ જમીનોનાં ધોવાણ થયા છે, તેમને નુકશાનીનું વળતર અને જે લોકોને ઘરની ઘરવખરી નુકશાન થયેલ છે તે તમામને સરકાર તરફથી પેકેજ જાહેર કરી વળતર આપવા માંગણી કરેલ છે.

સ્થાળાંતર કરેલ લોકોને કેશડોલની સહાય ચુકવશો

પોરબંદર જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં ઘેડ વિસ્તાર અને પોરબંદર તાલુકાનાં બરડા વિસ્તાર, રાણાવાવ તાલુકાનો હાઇ-વે થી ઉપરનો ડુંગર વિસ્તાર તેમજ કુતિયાણા તાલુકાના હાઇ-વે થી ઉપરનો ડુંગર વિસ્તારની જમીનો આવેલી છે. તેમાં જમીનમાંથી પાણીનાં રેસ ફુટી નિકળેલ હોય ખેડુતો દ્વારા કરવામાં આવેલ તમામ પાકોના વાવેતર નિષ્ફળ ગયેલા છે. ખેતીની જમીનમાં ચાર થી પાંચ ફુટ પાણી ભરાયેલા છે. ખેડુતોના પશુઓ તેમજ માલધારીઓના પશુઓનો ઘાસચારા પલળી ગયેલ છે. તે ખેડુતો તથા માલધારીઓને ઘાસચારાની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે તેમજ જિલ્લાના શહેરી વિસ્તારોમાં પણ ખુબ નુકશાન થયેલ છે. તે તમામનો સર્વે કરાવી વળતર આપવા માંગણી કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button