NATIONAL

Haryana Electionને લઈ ભાજપની વધુ એક યાદી જાહેર, 21 ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 21 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અગાઉ 67 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. એટલે કે ભાજપે અત્યાર સુધીમાં 87 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે ત્રણ સીટો હોલ્ડ પર છે તેમાં ફરીદાબાદ NIT, મહેન્દ્રગઢ અને સિરસા સીટનો સમાવેશ થાય છે.

જુલાનામાં કોંગ્રેસના વિનેશ ફોગાટ સામે ભાજપે યોગેશ બેરાગીને ઉતાર્યા

પાર્ટીએ નારાયણગઢથી પવન સૈની, પેહોવાથી જય ભગવાન, પુંદ્રીથી સતપાલ જામ્બા, અસંધથી યોગેન્દ્ર રાણા, ગણૌરથી દેવેન્દ્ર કૌશિક, રાયથી કૃષ્ણા ગેહલાવત, બરોડાથી પ્રદીપ સાંગવાન, જુલાનાથી કેપ્ટન યોગેશ બેરાગી, નરવાનાથી કુષ્ણ કુમાર બેદીને ટિકિટ આપી છે. જુલાનામાં યોગેશ બેરાગીનો મુકાબલો કોંગ્રેસના વિનેશ ફોગાટ સાથે થશે.

પેહોવા બેઠક પર ઉમેદવાર બદલાયા

કુરુક્ષેત્રની પેહોવા સીટ પર ભાજપે ઉમેદવાર બદલ્યો છે. ભાજપે હવે જયભગવાન શર્મા ડીડીને પેહોવા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. આજે જ પાર્ટીના પેહોવાથી પહેલા જાહેર ઉમેદવાર કંવલજીત અજરાનાએ ટિકિટ પરત કરી હતી. અરજનાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. રોહતકથી પૂર્વ મંત્રી મનીષ ગ્રોવરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ગણૌરમાં નિર્મલ રાનીની જગ્યાએ દેવેન્દ્ર કૌશિકને ટિકિટ

ગણૌરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીને પાર્ટીએ ટિકિટ આપી નથી. તેમના સ્થાને દેવેન્દ્ર કૌશિકને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીને રાય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી, પાર્ટીએ તેમના સ્થાને કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતાર્યા છે. મોહન લાલ બડોલીએ સંગઠનમાં કામ કરવા માટે ચૂંટણી લડવાની પહેલેથી જ ના પાડી દીધી હતી.

સામાજિક સમીકરણ બનાવવાનો સંપૂર્ણ પ્રયાસ

ભાજપે ટિકિટમાં સામાજિક સમીકરણ પણ પૂર્ણ કર્યું છે. 21 ઉમેદવારોની યાદીમાં એક સૈની, બે બ્રાહ્મણ, બે રાજપૂત, ત્રણ જાટ, 1 રોર, 1 વૈરાગી, 1 જાટ શીખ, 3 પંજાબી, 1 આહીર, 3 જાટવ અને 2 મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર અનુસૂચિત જાતિના ઉમેદવારો અને બે મહિલા ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

90 બેઠકો પર 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે, જ્યારે મત ગણતરી 8 ઓક્ટોબરે થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પંચે તહેવારો અને રજાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી મોકૂફ રાખી હતી. અગાઉ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થવાના હતા, પરંતુ હવે તે 8 ઓક્ટોબરે જાહેર થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button