NATIONAL

Arvind Kejriwal: તો પછી મુખ્યમંત્રી પદે કેમ રહેવાનું ? BJPની ટિપ્પણી

દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલે સીબીઆઇ કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટની રાહત મળી છે. અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ જેલની બહાર ક્યારે આવશે તે જાણી શકાયુ નથી પરંતુ કોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ મૂકી છે. કેજરીવાલને જામીન મળતા આપ પાર્ટીમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ ભાજપે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવુ જોઇએ.

શરતી જામીન મળવા વિશેષ ઉપલબ્ધિ નથી- વીરેન્દ્ર સચદેવા

આ મામલે દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલના મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે ધરપકડ યોગ્ય છે. તેઓની પર આરોપ પણ કાયદેસર છે. કેજરીવાલને શરતી જામીન મળવા એ કંઇ વિશેષ ઉપલબ્ધિ નથી. તેમણે વધુમાં કહ્યું કે હજી કેસ ચાલશે અને બહુ જલદી લાંબી સજા થશે. કેજરીવાલે યાદ રાખે કે તેઓ હવે જય લલિતા, લાલુ યાદવ અને મધુ કોડા જેવા મુખ્યમંત્રીઓની હરોળમાં આવી ગયા છે. આ લોકોને જામીન મળ્યા હતા પરંતુ તેઓ બહુ જલ્દી ફરીથી લાંબી સજા મેળવીને જેલમાં ગયા હતા.

સીએમ પદેથી રાજીનામુ આપે દે- વીરેન્દ્ર સચદેવા

તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલને શરતી જામીન ભલે મળી ગઇ હોય પરંતુ તેમને હવે મુખ્યમંત્રી પદ પર યથાવત રહેવાનો કોઈ અધિકાર નથી. જ્યારે તે મુખ્યમંત્રીનું કામ કરી શકવાના જ નથી તો પછી મુખ્યમંત્રી કેમ રહેવાનું ? જો તે પ્રામાણિક હોય તો આવી શરતો શા માટે ? રાજીનામું આપી દે.

જામીન પરના મુખ્યમંત્રી બન્યા કેજરીનાલ- ગૌરવ ભાટિયા

બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કટ્ટર બેઈમાન AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને ફરીથી અરીસો બતાવ્યો છે. જે આદેશ પસાર કરવામાં આવ્યો છે તેમાં ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે…જેલમાં બંધ મુખ્યમંત્રી હવે જામીન પરના મુખ્યમંત્રી બની ગયા છે. હવે અરવિંદ કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ અરવિંદ કેજરીવાલ આમ નહીં કરે કારણ કે તેમનામાં કોઈ નૈતિકતા બાકી નથી.. હવે એમ કહેવું ખોટું નહીં હોય કે સીએમ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. હવે તે આરોપીની શ્રેણીમાં છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button