NATIONAL

Assam Gangrape Case: ભાગ્યો, કૂદ્યો અને કામ તમામ,આસામનો સગીરાનો આરોપી કમોતે મર્યો

  • 14 વર્ષની બાળકી પર ગેંગરેપ કેસના મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામનું મોત થઈ
  • પરોઢિયે 4 વાગ્યે પોલીસ આરોપી તફજુલ ઈસ્લામને ક્રાઈમ સીન પર લઇ ગઇ હતી
  • આરોપીએ તળાવમાં કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો

આસામના નાગાંવ જિલ્લામાં 14 વર્ષની બાળકી પર ગેંગરેપ કેસના મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામનું મોત થઈ ગયું છે. આજે પરોઢિયે 4 વાગ્યે પોલીસ આરોપી તફજુલ ઈસ્લામને ક્રાઈમ સીન પર લઈ જઈ રહી હતી જેથી ગુનાનું દ્રશ્ય રીક્રિએટ કરી શકાય. ત્યારબાદ આરોપીએ તળાવમાં કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપી તળાવમાં જ ડૂબી ગયો હતો. 2 કલાક સુધી ચાલેલા સઘન બચાવ અભિયાન બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો.

નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ કહ્યું, ‘પોલીસે આ કેસમાં અગાઉ પણ તેની ધરપકડ કરી હતી.

નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ કહ્યું, ‘પોલીસે આ કેસમાં અગાઉ પણ તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે રાત્રે જ્યારે પોલીસની ટીમ તેને તપાસ માટે ઘટનાસ્થળે લઈ ગઈ ત્યારે મુખ્ય આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને સ્થળની નજીક આવેલા તળાવમાં કૂદી પડ્યો હતો. અમારા પોલીસ કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં રોકાયેલા હતા અને SDRF ટીમની મદદથી અમે આજે સવારે તળાવમાંથી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

સીએમ સરમાએ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી

આસામના ધિંગ વિસ્તારમાં એક સગીર બાળકી પર કથિત સામૂહિક બળાત્કારના મામલામાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “હું માત્ર એક વાત કહેવા માંગુ છું. જ્યારે મહિલાઓ પર કોઈ અત્યાચાર થાય છે, ત્યારે આપણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પરંતુ જનતાએ પણ સાથ આપવો જોઇએ.” સરકારે કડક પગલાં લેવા જોઈએ. જ્યારે લોકોને લાગે છે કે સરકાર બેદરકાર છે, ત્યારે તેઓ ગુસ્સે થાય છે.

ટ્યુશનથી પરત ફરી રહેલી સગીર પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો

આ ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, ’10મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર ગુરુવારે સાંજે ટ્યુશન ક્લાસમાંથી પરત ફરી રહી હતી, ત્યારે 7 થી 8 વાગ્યાની વચ્ચે ત્રણ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. તેના પર ગેંગરેપ કર્યા બાદ હુમલાખોરોએ તેને બોરભેટી વિસ્તારમાં રોડ કિનારે ફેંકી દીધી હતી. લગભગ એક કલાક પછી સ્થાનિક લોકોએ તેને નગ્ન અને બેભાન અવસ્થામાં જોઇ હતી. આ ઘટના અંગે સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી. સગીરાને બચાવી લેવામાં આવી હતી અને તેને તબીબી સહાય માટે ધિંગ એફઆરયુમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના બાદ આસામમાં જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button