GUJARAT

હારીજ ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માની બેઠકમાં લોકોએ સમસ્યાઓની ઝડી વરસાવી

  • લોકોની સમસ્યા સાંભળી અને તાત્કાલિક હલ કરવા મંત્રીએ આશ્વાસન આપ્યું
  • નગરમાથી વિવિધ વિસ્તારોમાથી આવેલા લોકોએ પણ કરી હતી
  • ભાજપા કાર્યકરો અને પૂર્વ નગરસેવકોની બેઠકમાં એકજ શૂર ઉઠયો હતો

હારીજ એપીએમસી ખાતે નગર પાલિકાના પૂર્વ નગરસેવકો અને શહેર ભાજપાના તમામ કાર્યકરો સાથેની બેઠક પ્રભારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

ત્યાર બાદ જિલ્લા કલેકટર સાથે પણ બેઠકનો દોર ચાલુ રહેતા હારીજમાં મુખ્યત્વે ગેરકાયદેસર દબાણો,રોડ રસ્તા મીઠુ નિયમિત પાણી મળી રહે અને ભૂગર્ભ ગટર ના ગંદા પાણી કાયમી ઉભરાવવાની સમસ્યાઓ જેવા પ્રશ્નોની રજૂઆત ભાજપા કાર્યકરો ની બેઠકમાં પણ થઈ હતી.અને નગરમાથી વિવિધ વિસ્તારોમાથી આવેલા લોકોએ પણ કરી હતી. હારીજ એપીએમસી ખાતે યોજાયેલ શહેર ભાજપા કાર્યકરો અને પૂર્વ નગરસેવકોની બેઠકમાં એકજ શૂર ઉઠયો હતો. નગરમાં થયેલા ગેરકાયદેસર અડચણરૂપ દબાણો,ચાર રસ્તાપર સર્કલ બનાવવા અને ભૂગર્ભ ગટરો ઉભરાવાથી થતી ગંદકીની કાયમી સમસ્યા હલ કરવા તેમજ્ ભાજપા હોદેદારો અને કાર્યકરોની બેઠકનો દોર પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન અને વહીવટી તંત્ર સાથે પ્રભારી મંત્રી બેઠક યોજી સ્મસ્યા વિશે ચર્ચા કરી હતી.હા્રરીજ નગરના વિવિધ વિસ્તારના લોકો લેખિત રજૂઆતો કરવા આવ્યા હતા જેમાં હા્રરીજ નગર વિકાસ કમિટીના સભ્યોએ રજૂઆતો કરતા હારીજમાં રોજગારી માટે ઔધોગીક વસાહત સ્થાપવા,ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તેમજ ગટરના ઉભરાતા પાણીથી ગંદકી અને બિસ્માર રસ્તાનો ઉકેલ લાવવા માગ કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button