GUJARAT

Banaskantha જિલ્લામાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ અપાયુ

  • બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની અને ભારે વરસાદ વરસવાની સંભાવના
  • જિલ્લામાં લોકોને સતર્ક અને સાવચેત રહેવા તંત્રની અપીલ
  • 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું

ત્યારે આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની અને ભારે વરસાદ વરસવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

નદી નાળાવાળા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી

આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં અને નદી નાળાવાળા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે. વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા/પૂરની સ્થિતિ તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા, ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની, નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના તેમજ ખૂબ જ જૂની ઈમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમની શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો/શાખાઓ પડવા અને જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button