BUSINESS

બાંગ્લાદેશ કટોકટીની ભારતના પ્રવાસન ઉદ્યોગ પર ગંભીર અસર

  • કોલકાતા, સિક્કિમ, નોર્થઈસ્ટ ઈન્ડિયા, કાશ્મીર બાંગ્લાદેશીઓ માટે હોટફેવરિટ
  • પ્રવાસનમાં બાંગ્લાદેશનો હિસ્સો 23% હોવાથી ભારતની ટુરિઝમ આવકને ફટકો
  • બાંગ્લાદેશમાં સર્જાયેલી અશાંતિને કારણે આઉટબાઉન્ડ ટ્રાવેલમાં નાટયાત્મક રીતે 90 ટકાનો ઘટાડો નોંધાયો છે

બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજ્કીય કટોકટીની ભારતના ઈનબાઉન્ડ પ્રવાસન ઉદ્યોગ પર સૌથી ગંભીર અસર પડી છે. ભારતના પ્રવાસનમાં બાંગ્લાદેશના સહેલાણીઓનો હિસ્સો નોંધપાત્ર 23 ટકા છે.

બાંગ્લાદેશના મોટાભાગના પ્રવાસીઓ ભારતમાં મેડિકલ વીઝા પર સારવાર માટે તેમજ શોપિંગ માટે પણ આવે છે. ખાસ કરીને દુર્ગા પૂજા અને લગ્ન સીઝન દરમ્યાન ભારતમાં આવનારા બાંગ્લાદેશના પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

ઉપરાંત તાજેતરમાં બાંગ્લાદેશમાં સર્જાયેલી અશાંતિને કારણે આઉટબાઉન્ડ ટ્રાવેલમાં નાટયાત્મક રીતે 90 ટકાનો ઘટાડો નોંધાયો છે, એમ ટ્રાવેલ ઓપરેટર્સ એસોસિએશન ઓફ બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું હતું. બે સપ્તાહ પહેલાં બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ પોતાના પદેથી રાજીનામું આપી દેતાં તેમજ વિદ્યાર્થીઓના વધતાં રોષ વચ્ચે દેશ છોડી જતાં તણાવમાં વધારો થયો હતો. આ સ્થિતિને કારણે હંગામી ધોરણે બાંગ્લાદેશ સાથેની હવાઈ સેવા પર અસર પડી હતી. તેમજ મેડિકલ હેતુ સિવાયના બાંગ્લાદેશના તમામ વીઝા રદ્દ કરવામાં આવ્યા હતા. અલબત્ત હાલ બાંગ્લાદેશ સાથેનો હવાઈ વ્યવહાર ફરી નિયમિત થયો છે. બાંગ્લાદેશના ટૂરિઝમ માર્કેટમાં પણ ભારત સાથેના આઉટબાઉન્ડ ટ્રાવેલનું પ્રમાણ સૌથી વધુ છે. બાંગ્લાદેશના લોકો માટે ભારત મુખ્ય મથક છે. આઉટબાઉન્ડ ટ્રિપ્સનું પ્રમાણ 40 ટકાથી 45 ટકા છે. બાંગ્લાદેશના લોકો માટે કોલકાત્તા ખરીદી માટેનું સૌથી પસંદગીનું સ્થળ છે. ખાસ કરીને તહેવારો પહેલાં ભારે ધસારો જોવા મળે છે. કોલકાત્તા ઉપરાંત સિક્કિમ, નોર્થઈસ્ટ ઈન્ડિયા અને કાશ્મીર પણ બાંગ્લાદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

ભારતમાં આવનારા વિદેશી સહેલાણીઓની સંખ્યામાં 43.5 ટકાનો વધારો થયો હોવા છતાં આ આંકડો કોરોના મહામારી પહેલાંના સમય કરતાં હજુ 15.5 ટકા ઓછો છે. ગત વર્ષે 92.3 લાખ વિદેશી સહેલાણીઓએ ભારતની મુલાકાત લીધી હતી. ગત વર્ષે વિદેશી આવક પૈકી રૂ.24,707 કરોડની કમાણી ટુરિઝમથી થઈ હતી, જેમાં 22.5 ટકા આવક બાંગ્લાદેશના પ્રવાસીઓ તરફથી થઈ હતી, જે કોઈપણ દેશના હિસ્સા કરતાં સૌથી વધુ છે.

દેશના પ્રવાસન ઉદ્યોગને ફટકો

ગત વર્ષે વિદેશી આવક પૈકી રૂ.24,707 કરોડની કમાણી ટુરિઝમથી થઈ હતી.

આ પૈકી 22.5 ટકા આવક બાંગ્લાદેશના પ્રવાસીઓ તરફથી થઈ હતી, જે કોઈપણ દેશના હિસ્સા કરતાં સૌથી વધુ છે

ગત વર્ષે 92.3 લાખ વિદેશી સહેલાણીઓએ ભારતની મુલાકાત લીધી હતી

આગમનમાં 43.5 ટકાનો વધારો થયો હતો પણ આ આંકડો કોરોના મહામારી પહેલાંના સમય કરતાં હજુ 15.5 ટકા ઓછો છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button