GUJARAT

Vadodara: ઓનલાઈન રિચાર્જ કરતા રાખજો સાવધાની નહીં તો બેન્ક એકાઉન્ટ થશે ખાલીખમ

  • સાયબર ગઠિયા સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ દ્વારા સસ્તાની આપી રહ્યા છે લાલચ
  • લોકો સાવધાન નહીં રહે તો બેન્ક એકાઉન્ટ થશે ખાલીઃ સાયબર એક્સપર્ટ
  • 2099ના રિચાર્જનો પ્લાન માત્ર 399માં કરી આપવાની કરે છે ઓફર

જો તમને કોઈ મોબાઈલ રિચાર્જ સસ્તામાં કરી આપવાનું કહે તો ચેતી જજો. વડોદરામાં જાણીતી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીના નામે સાયબર ગઠીયાઓ એક્ટિવ થઈ ગયા છે. મોબાઈલ કંપનીઓએ રિચાર્જના પ્લાનના ભાવમાં વધારો કર્યા બાદ સાયબર ગઠિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે.

 સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ દ્વારા સસ્તાની આપી રહ્યા છે લાલચ

આ સાયબર ગઠિયાઓ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સોશ્યિલ એકાઉન્ટ બનાવીને સસ્તા રીચાર્જની લાલચ લોકોને આપી રહ્યા છે અને લોકોનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા નવો કીમિયો અપનાવતા હોવાનો સાયબર એક્સપર્ટનો આક્ષેપ છે અને લોકો જો આ અંગે સાવધાન નહીં રહે તો તેમનું એકાઉન્ટ એક જ મિનિટમાં ખાલી થઈ જશે. સાયબર ગઠિયા રિચાર્જ નામનું પેજ બનાવીને ફ્રોડ કરી રહ્યા છે.

ઓનલાઈન ડેટા રિચાર્જ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી

આ ગઠિયાઓ આ પેજ પર રૂપિયા 2099નો વાર્ષિક પ્લાન માત્ર લોકોને 399 રૂપિયામાં બતાવી રહ્યા છે અને યુઝર પાસેથી માત્ર રૂપિયા સાડા ત્રણસો રૂપિયા લઈને તેમનો સમગ્ર ડેટા પડાવી રહ્યા છે. ત્યારે આ અંગે ઓનલાઈન ડેટા રિચાર્જ કરતા પહેલા સાવધાની રાખવા માટે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે લોકોને અપીલ કરી છે.

ગઈકાલે જ DGPએ યોજી હતી ક્રાઈમ કોન્ફરન્સ

ગઈકાલે જ અમદાવાદના શાહીબાગમાં નવી કમિશનર કચેરીમાં રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં DGP વિકાસ સહાય હાજર રહ્યા હતા. ક્રાઈમ કોન્ફરન્સમા ક્રાઈમ રેટનો ઘટાડો કેવી રીતે થાય તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી અને આ સાથે જ મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઈમ બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ડ્રગ્સ અને સાયબર ક્રાઈમના વિષય પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ હેઠળ ગુજરાતમાં અલગ અલગ કુલ 2 લાખ 27 હજાર બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા, જેમાં 2 લાખ 15 હજાર બેન્ક એકાઉન્ટ્સ 1 જ મહિનાની અંદર અનફ્રીઝ કરવામાં આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button