NATIONAL

Bengaluru: આત્મનિર્ભર : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કોચ બેંગ્લુરુમાં બનશે

બેંગલુરુ શહેર માટે હવે એક ખુશખબર છે. વાસ્તવમાં દેશની પ્રથમ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન બેંગલુરુમાં બનવા જઈ રહી છે. આ ટ્રેનસેટનું નિર્માણ BEML લિમિટેડના બેંગલુરુ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવશે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ પાંચ સપ્ટેમ્બરે બે ચેરકાર હાઇસ્પીડ ટ્રેનના નિર્માણ માટે ટેન્ડર આમંત્રિત કર્યા હતાં.

આ ટેન્ડર BEML લિમિટેડે રૂ. 866.87 કરોડની બોલી સાથે જીતી લીધું હતું. સ્ટેનલેસ સ્ટીલની કારબોડી સાથેની આ ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 280 કિલોમીટરની રહેશે તથા તે કલાકના 250 કિલોમીટરની ઝડપે દોડશે. આ પ્રોજેક્ટને અઢી વર્ષમાં પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર ચાલશે, જેને નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ ફક્ત બે ટ્રેનનો નાનકડો ઓર્ડર હોવાના કારણે અન્ય રોલિંગ સ્ટોક નિર્માતાઓ તેમાં ભાગ લેવા ઉત્સુક ન હતાં. શરૂઆતમાં આ લાઇન પર જાપાનની શિંકાનસેન ટ્રેનો ચાલશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. જો કે જાપાની કંપની દ્વારા ઘણો ઊંચો ખર્ચ દેખાડવામાં આવતાં કેન્દ્રીય મંત્રાલયે ઘરઆંગણાના સ્તર પર હાઇ-સ્પીડ ટ્રેનને વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે BEML તરફથી યુરોપીય માપદંડોને પૂર્ણ કરનારી એક સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેન બનાવવામાં આવી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button