NATIONAL

Bharat Bandh: ભારત બંધનું એલાન કોણ કરી શકે? જાણો આ અંગેનો કાયદો

  • દેશભરમાં દલિત અને આદિવાસી સંગઠનોએ બુધવારે ભારત બંધનું એલાન કર્યું
  • બિહારમાં ભારત બંધને લીધે આરા જિલ્લામાં સંપર્કક્રાંતિ ટ્રેનને રોકવામાં આવી
  • કાયદા પ્રમાણે શાંતિપૂર્વક વગર હથિયારે ગમે ત્યાં એકઠા થઈ શકાય છે

દલિત અને આદિવાસી સંગઠનોએ બુધવારે ભારત બંધની જાહેરાત કરી છે. આ ભારત બંધ સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમિલેયર અને ક્વોટાની અંદર લાગુ કરવાના વિરોધમાં કરવામાં આવ્યો છે. નેશનલ કન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેલાઈઝેશન નામના સંગઠને સુપ્રીમના ચુકાદાને લઈ દલિત અને આદિવાસીઓના બંધારણીય અધિકારીઓ વિરુદ્ધ જણાવ્યા અને કેન્દ્ર સરકારને આને રદ્દ કરવાની માંગ કરી હતી. 

શું કોઈપણ કરી શકે છે ભારત બંધની જાહેરાત?

ભારત લોકતાંત્રિક દેશ છે અને અહીં તમામને પોતાની વાત કહેવાનો અધિકાર છે. ભારતીય બંધારણના આર્ટિકલ-19ના હેઠળ નાગરિકોને ઘણા અધિકારો મળે છે. આર્ટિકલ-19 એ ભારતીયોને ભાષણ આપવા અને અભિવ્યકિતની સ્વતંત્રતાના અધિકાર આપે છે. જ્યારે સેક્શન-બી હેઠળ લોકો શાંતિપૂર્વક વગર હથિયારે ગમે ત્યાં એકઠા થઈ શકે છે. આ રીતે સંગઠન દેશમાં ભારત બંધનું એલાન કરી શકે છે.

પ્રદર્શન પર કાયદો શું કહે છે?

ભારતીય બંધારણમાં શાંતિપૂર્વક પ્રદર્શનની મંજૂરી અપાઈ છે, પરંતુ તેમાં હથિયારને સામેલ નથી કરાયું. કાર્યવાહી ત્યારે શરૂ થતી હોય છે જ્યારે પ્રદર્શન હિંસક થવા લાગે છે. હિંસાના જુદાજુદા કેસોમાં જુદીજુદી કલમો હેઠળ કેસ નોંધવામાં આવે છે. આની સજા પણ જુદીજુદી હોય છે. જેમ કે, ભારત બંધમાં સામેલ પ્રદર્શકારી કોઈની સંપત્તિને નુકસાન કરે તો આવા કેસમાં પ્રીવેન્શન ઑફ ડેમેજ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદા અનુસાર કોઈપણ જાહેર સંપત્તિને નુકસાન કરશે તો તેને પાંચ વર્ષની કેદ અને દંડ ચુકવવો પડશે. પ્રદર્શન હિંસક થતા સૌથી વધુ આવા મામલા સામે આવે છે.

દેશની વડી અદાલત એવી સુપ્રીમ કોર્ટે આ કાયદાને ઉત્તમ બનાવવા માટે જાતે આગળ આવી પહેલ કરી અને વર્ષ-2007માં એક કમિટીની રચના કરી હતી. જસ્ટિસ થોમસ કમિટી અને બીજી નરિમન કમિટી, પરંતુ મામલો ખૂબ અસરકારક ન રહ્યો. ત્યારબાદ રમખાણ અને દેખાવોની સંખ્યાને જોતા સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યૂનલ પણ બનાવવાની વાત કરી જેથી જાહેર સંપત્તિને નુકસાન કરનાર ઉપદ્રવીઓ અથવા દેખાવકારોના નેતાઓ પાસેથી વસૂલ કરી શકાય. જો કે આ પ્રક્રિયા પોતાના અંતિમ પરિણામ સુધી પહોંચી નથી શકી.

આ રીતે જયારે યુપીમાં સીએએને લઈ પ્રદર્શન થયું હતું તો યોગી સરકાર આની પર કાયદો લાવી હતી. જેનું નામ હતું યુપી કમ્પનસેશસન ફોર ડેમેજ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી એક્ટ 2020. કાયદામાં જણાવવામાં આવ્યું હતું. કે જો હિંસકી ટોળાની લીધે પ્રોપર્ટીને નુકસાન થશે તો જાહેર મિલકતની ભરપાઈ પણ એને જ કરવી પડશે. આ રીતે લોકતાંત્રિક દેશને લીધે શાંતિપૂર્વક પ્રદર્શન અને ભારત બંધ તો કરી શકાય છે પરંતુ આ હિંસક થઈ જવા સામે કાર્યવાહીની જોગવાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button