GUJARAT

Bharuch: આમોદમાં ટ્રક અને કાર વચ્ચે મોટો અકસ્માત, 1નું મોત

ભરૂચના આમોદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રક અને અર્ટીગા ગાડી વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રક અને અર્ટીગા ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

આમોદના માતર અને સુઠોદરા ગામ વચ્ચે એક્સપ્રેસ રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ભાવનગરથી સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગરના વારુકદ ગામના દિનેશભાઈ વીરુભાઈ નામના યુવાનનું મોત થયું હતું.

અર્ટીગા ગાડીનું ટાયર અચાનક ફાટ્યુ

એક્સપ્રેસ હાઈવે પર મોટા પ્રમાણમાં ખાડા રાજનું સામ્રાજ્ય હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને અકસ્માતની ઘટનાઓ આ રોડ પર વધી રહી છે. ઘટનાની વાત કરીએ તો અર્ટીગા ગાડીનું ટાયર અચાનક જ ફાટતા ગાડી ટ્રકમાં જઈને ભટકાઈ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આમોદમાં રખડતા ઢોરનો આતંક, બાઈક સવારને લીધો અડફેટે

બીજી તરફ આમોદમાં રખડતા ઢોરનો આંતક પણ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે એક બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારને ફ્રેક્ચર થયું છે. આમોદના ભીમપુરા વિસ્તારમા આ ઘટના બની છે. કમલેશભાઈ બેચરભાઈ પરમાર નામના વ્યક્તિના હાથના ભાગે ફ્રેક્ચર થયું છે. ત્યારે હવે આમોદ નગરપાલિકા રખડતા પશુને પાંજરે પુરે તેવી માગ સ્થાનિકોએ ઉઠાવી છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે આ યુવાન સાથે કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ? અને આ યુવાને નગરપાલિકા પાસે વળતરની પણ માગ કરી છે.

રાજકોટમાં એસટી બસના ડ્રાઈવર દ્વારા ગંભીર અકસ્માત

ગઈકાલે જ રાજકોટમાં એસટી બસના ડ્રાઈવર દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. એસટી બસ ચાલકે યુવકને ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જામનગર-સુરત રૂટની એસટી બસના ચાલકે યુવકને ઉછાળ્યો હતો, જેના કારણે યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત નૈમિષ હિરાણી નામનો યુવક રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર એક આઈસ્ક્રીમ પાર્લરમાં નોકરી કરે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button