GUJARAT

Rajkot લોકમેળાને લઈ મોટા સમાચાર, યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ

  • હાલમાં યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ
  • આવતીકાલે યાંત્રિક રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે
  • લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ શરૂ થવાના સંકેતો

રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આવતીકાલે યાંત્રિક રાઈડ્સની ચકાસણી થશે અને ચકાસણીની પ્રક્રિયા બાદ મંજૂરીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. ત્યારે લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ શરૂ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો યોજાશે કે નહીં તેને લઈ લોકો અસમંજસમાં

તમને જણાવી દઈએ કે રાજકોટ લોકમેળાને લઈ સતત વિવાદ ચાલી રહ્યો છે. લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને લોકો પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે. કારણ કે રાઈડસ સંચાલક અને વહીવટી તંત્ર આમને-સામને જોવા મળી રહ્યા છે. રાઈડસ સંચાલકોએ SOP વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી છે.

લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે ફરજિયાત છે આ નિયમ

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગાંધનામુ ફરજિયાત કરવામાં આવે છે. સ્ટોલ અને રાઈડની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે અને ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે. જન્માષ્ટમી ઉપર રાજકોટ શહેરના રેસ કોર્સ મેદાન ખાતે આ મેળો યોજવામાં આવે છે. બીજી તરફ રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

એન્ટ્રી અને એક્ઝિટ ગેટ લોકમેળામાં અલગ રાખવામાં આવશે

આ વર્ષે લોકમેળામાં તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓની તકેદારી રાખવામાં આવશે. આ વખતે મેળામાં એન્ટ્રી મેળવવાના અને એકઝિટ થવાના બંને ગેટ અલગ અલગ રહેશે, જેથી વધારે ભીડ ના થાય અને લોકોને મોટી મુશ્કેલીનો સામનો ના કરવો પડે. મેળામાં 1 એન્ટ્રી ફન વર્લ્ડ ખાતેથી અને ત્યારે બીજી એન્ટ્રી રમેશ પારેખ રંગ દર્શન તરફથી આપવામાં આવશે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર તરફ એકઝિટ ગેટ રાખવામાં આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button