GUJARAT

Gandhinagar: કલોલ નગરપાલિકામાં થપ્પડ કાંડ મુદ્દે ભાજપનું મોવડી મંડળ કામે લાગ્યું

કલોલ નગરપાલિકામાં થપ્પડ કાંડ મુદ્દો ગરમાયો છે. કલોલના ધારાસભ્ય અને નગરપાલિકાના હોદ્દેદારો કમલમ પહોંચ્યા છે. કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ હાજર છે. જે બાબતે રજની પટેલે કહ્યું કે, બંને પક્ષે હોદ્દેદારોને સાંભળવામાં આવશે.

કલોલ નગરપાલિકામાં વિકાસના કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. ત્યાર બાદ હવે આ બબાલ મુદ્દે ધારાસભ્ય બકાજી ઠાકોરે ખુલાસો કરતા કહ્યું કે, બબાલમાં મારો કોઈ રોલ નથી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જે આક્ષેપ કર્યા તે ખોટા છે, તે પુરવાર કરે. હું કોઈ કોન્ટ્રાક્ટરને ઓળખતો નથી અને ક્યારેય મળ્યો પણ નથી. જૂના રોડ ખખડધજ થયા હતા, તે નવા કોન્ટ્રાક્ટર રોડ બનાવે તેવી રજૂઆત હતી.

કલોલ નગરપાલિકામા થયેલ બબાલમાં મારો કોઈ રોલ નથી: ધારાસભ્ય

કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરએ કહ્યું કે, નગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેને જે આક્ષેપ કર્યા તે ખોટા છે. ટેન્ડરનું રિટેન્ડટીગ સંગઠનના કહેવાથી કરવામાં આવ્યું છે. ભાજપના દરેક કાર્યકર મારા છે વ્યક્તિગત મારા કોઈ માણસ નથી. જે આક્ષેપ કરે છે તે પુરવાર કરે. ટેન્ડર ખુલ્યુ જ ન હતું ત્યારે કોર્પોરેટરે રજૂઆત કરી હતી. જૂના કોન્ટ્રાક્ટર જ ટેન્ડર મેળવી રહ્યા છે તેવી રજૂઆત મળી હતી. હું કોઈ કોન્ટ્રાક્ટરને ઓળખતો નથી અને ક્યારેય મળ્યો નથી. પ્રકાશભાઈની ગેરસમજ થઈ હશે તો સંગઠનના માધ્યમથી દૂર કરીશું. જિલ્લા પ્રમુખ મહામંત્રી સાથે ચર્ચા કરી સામ સામે બેસી નિરાકરણ લાવવા કહ્યું છે. જૂના રોડ બનાવવાવાળા બાબતે કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. જૂના રોડ ખખડધજ થયા હતા તો નવા કોન્ટ્રાક્ટર રોડ બનાવે તેવી રજૂઆત મળી હતી માટે ટેન્ડર રદ્દ કરવા પત્ર લખ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button