BUSINESS

Business: ગત વર્ષ કરતાં આ વખતે રક્ષાબંધનના તહેવારમાં સોનાની માર્કેટમાં તેજી

  • કસ્ટમ ડયૂટીમાં ઘટાડો પણ વેચાણ વધારાનું કારણ
  • રાખીના આ ઉત્સવમાં સોનાની માંગમાં 50%નો વધારો
  • ગત વર્ષે 3.5-4 ગ્રામ સોનાની ખરીદીની સરખામણીએ સરેરાશ ગ્રાહકોએ આ વર્ષે સાત ગ્રામ સોનાની ખરીદી કરી હતી

ગોલ્ડ સેગમેન્ટને આ રક્ષાબંધન ફળી છે. રાખીના આ તહેવારને પગલે આ વર્ષે સોનાના વેચાણમાં વધારો થયો હતો. ખરીદીનું આ વલણ બજેટમાં સોના પર ઘટાડવામાં આવેલી કસ્ટમ ડયૂટીને આભારી હોવાનું માનવામાં આવે છે.

ફેસ્ટિવલ સિઝન શરૂ થતાંની સાથે આ ક્ષેત્રે ખરીદી નીકળી છે. ખરીદારો તરફથી સોનાની તંદુરસ્ત માંગ જોવા મળી રહી છે. જેથી આ બજારની ચમક વધી છે. ગત વર્ષના રક્ષાબંધનના તહેવારની સરખામણીએ ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવારમાં સોનાના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે. ગત વર્ષે 3.5-4 ગ્રામ સોનાની ખરીદીની સરખામણીએ સરેરાશ ગ્રાહકોએ આ વર્ષે સાત ગ્રામ સોનાની ખરીદી કરી હતી. સમગ્ર ભારતના જવેલર્સના મત મુજબ, રક્ષાબંધનના તહેવારને કારણે સોનાની માંગમાં 50 ટકાનો વધારો થયો હતો. રક્ષાબંધન સાથે હવે ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. ગત મહિને ડોલર આધારિત આંતરરાષ્ટ્રીય ગોલ્ડ પ્રાઈસમાં 5.6 ટકાનો વધારો થયો હોવા છતાં ભારતમાં ગોલ્ડના ભાવ નીચા રહેવા પામ્યા છે.

ભારતમાં રજૂ કરાયેલા બજેટના આગાલ દિવસે, એટલે કે, 22 જૂલાઈના રોજ એક તોલા સોનાનો ભાવ રૂ.75,541 હતો. જે કિંમતમાં તોલા દીઠ રૂ.2,000નો ઘટાડો થયો છે. સોમવારે આ કિંમતી મેટલનો તોલા દીઠ ભાવ રૂ.73,661 રહ્યો હતો. 23 જૂલાઈ 2024ના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં ભારત સરકારે સોના પરની આયાત ડયૂટી 15 ટકાથી ઘટાડી છ ટકા કરી હતી.

ફેસ્ટિવલ સિઝન શરૂ થતાં સોનાની ચમક વધી

ગત રક્ષાબંધનની સરખામણીએ ચાલુ વર્ષે ગોલ્ડના ભાવમાં 20 ટકાથી 25 ટકાનો વધારો

સામાન્ય બજેટમાં ભારત સરકારે સોના પરની આયાત ડયૂટી 15 ટકાથી ઘટાડી છ ટકા કરી હતી

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતમાં તેજી છતાં ભારતમાં એક તોલા સોનાનો ભાવ લગભગ રૂ.2,000 ઓછો

છેલ્લા એક વર્ષમાં સોનાએ 20 ટકા વળતર આપ્યું

સપ્ટેમ્બર મહિનામાં અમેરિકન ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાએ સોનાનો ભાવ નીચા સમર્થન મૂલ્ય પર રહેશે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button