BUSINESS

Business: અત્યાર સુધીમાં પાંચ કંપનીઓના IPOએ રૂ.લાખ કરોડથી વધુ રકમના બીડ મેળવ્યા

આઈપીઓના ભરણાંના ઈતિહાસમાં બજાજ હાઉસિંગ ફાયનાન્સનો તાજેતરનો આઈપીઓ એવો છે જે સૌથી વધુ છલકાયો છે. રિલાયન્સ પાવર બાદ આ મામલે બજાજ હાઉસિંગ ફાયનાન્સનો આઈપીઓ ઈતિહાસ રચવા મામલે બીજા ક્રમે આવ્યો છે. આંકડા મુજબ, 2008માં રિલાયન્સ પાવરનો આઈપીઓ રૂ.7.12 લાખ કરોડ સાથે રેકોર્ડ સ્તરે છલકાયો હતો. જે આ યાદીમાં હજુ પણ પહેલાં ક્રમે જ છે. અલબત્ત આ આંકડો રાષ્ટ્રીય સ્તરનો છે. કેમ કે, તે સમયે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટયૂશનલ બાયર (ક્યૂઆઈબી)ને માત્ર દસ ટકા માર્જિન એમાઉન્ટ સાથે બીડની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ નિયમનકારે સમાન તક ઉપલબ્ધ કરાવવા અને યોગ્ય બીડ માટે આ પ્રથા નાબૂદ કરી દીધી હતી.

બજાજ હાઉસિંગ ફાયનાન્સનો આઈપીઓ એપ્રિલ 2022 બાદથી સૌથી વધુ છલકાયેલો આઈપીઓ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આઈપીઓ ફાયનાન્સની રૂ.એક કરોડની ટોચ મર્યાદા નક્કી કરી હોવાથી આ સિદ્ધિ નોંધપાત્ર બની જાય છે. વર્તમાનમાં મહત્તમ આઈપીઓ અરજદારોને પોતાની બોલીના સમર્થનમાં બેંકમાં જરૂરી ફંડ રાખવું પડે છે. જે એ વાતની ખાતરી આપે છે કે, આ અરજીઓને પર્યાપ્ત મૂડીનો ટેકો છે.

વધુમાં બજાજ હાઉસિંગ ફાયનાન્સના આઈપીઓને રેકોર્ડ 89 લાખ (ટેકનિકલ રદ્દ પહેલાં) અરજીઓ મળી છે. જે ટાટા ટેકનોલોજીના 68 લાખ અરજીઓના આંકડાને વટાવી ગઈ છે. આરબીઆઈના લિવરેજ્ડ બીડ પરના પ્રતિબંધને કારણે રોકાણકારો વૈકલ્પિક વ્યૂહરચના તરફ દોરી ગયા છે. જેમ કે, સંબંધીઓના બહુવિધ ખાતાઓ દ્વારા અરજી કરવી, જેથી તેઓને આઈપીઓમાં શેર પ્રાપ્ત કરવાની તકો વધી જાય.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button