BUSINESS

Business સોમવારે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં ચાર-વિકલ્પો પર નિર્ણય લેવાય તેવી શક્યતા

આગામી નવમી સપ્ટેમ્બર સોમવારના રોજ યોજાનારી ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય વીમા પર વસૂલવામાં આવતા જીએસટીના દરમાં રાહત આપવા ચાર વિકલ્પો પર નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

આ ચાર વિકલ્પમાં તમામ આરોગ્ય વીમા પ્રીમિયમ અને રિઈન્શ્યોરર્સને સંપૂર્ણ પણે જીએસટીના દાયરામાંથી બાકાત રાખવા, સિનિયર સીટિઝન્સ દ્વારા ચૂકવવામાં આવતાં અને રૂ.પાંચ લાખ સુધીના પ્રીમિયમને સંપૂર્ણ માફ કરવા, અથવા માત્ર સિનિયર સીટિઝન્સ દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમમાં સંપૂર્ણ રાહત આપવા અને આરોગ્ય વીમા પ્રિમિયમ પર વસૂલવામાં આવતાં જીએસટીને 18 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની વાત સામેલ છે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર લગભગ રૂ.650 કરોડથી રૂ.3,500 કરોડનો બોજો પડી શકે તેવી સંભાવના છે. જીએસટીના દરો નિર્ધારિત કરવા અંગે સૂચન કરતી ફીટમેન્ટ કમિટિની ભલામણો પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આ ચાર વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. આ ફીટમેન્ટ કમિટિમાં કેન્દ્ર અને રાજય બંને સરકારોના રેવન્યૂ અધિકારીઓ સામેલ છે. ફીટમેન્ટ કમિટિ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિસ (ડીએફએસ)ના અનુરોધને અનુસરી રહી છે. જેમાં ડીએફએસ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, આરોગ્ય વીમા પર વસૂલવામાં આવતાં જીએસટીના દરમાં રાહત આપવામાં આવે. જેથી આરોગ્ય વીમાને જન જન સુધી પહોંચાડી શકાય અને આ ઈન્શ્યોરન્સ લોકોને પોષાય તેવા દરે ઉપલબ્ધ કરાવી શકાય.

ફીટમેન્ટ કમિટિ ચાર વિકલ્પો સાથેનો વિસ્તૃત અહેવાલ જીએસટી કાઉન્સિલને સુપરત કરે તેવી શકયતા છે. હેલ્થ વીમા પ્રીમિયમને સંપૂર્ણપણે જીએસટીના દાયરામાંથી બહાર રાખવાનો મુદ્દો પણ આ ચાર વિકલ્પોમાં સામેલ છે. અથવા એવો પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે કે, હેલ્થ વીમા પ્રિમિયમ પર જીએસટીની વસૂલાત 18 ટકાથી ઘટાડી પાંચ ટકા કરી દેવામાં આવે. અનય વિકલ્પ તરીકે એ મુદ્દો પણ સામેલ હોઈ શકે છે કે, વરિષ્ઠ નાગરિકો દ્વારા પ્રીમિયમ પર ચૂકવવામાં આવતાં જીએસટીને પણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે. તેમજ રૂ.પાંચ લાખ સુધીના વીમાના પ્રિમિયમ પર પણ જીએસટીમાં રાહત આપવામાં આવે. અથવા વૈકલ્પિક રીતે વરિષ્ઠ નાગરિકો દ્વારા આરોગ્ય વીમા પર ચૂકવવામાં આવતાં પ્રીમિયને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવે.

ચાર વિકલ્પો અને તેની સરકારી આવક પર પડનારી આર્થિક અસરો

તમામ આરોગ્ય વીમા પ્રીમિયમ અને રિઈન્શ્યોરર્સને સંપૂર્ણ પણે જીએસટીના દાયરામાંથી બાકાત રાખવામાં આવે

તમામ આરોગ્ય વીમા પ્રીમિયમ અને રિઈન્શ્યોરર્સને સંપૂર્ણ પણે જીએસટીના દાયરામાંથી બાકાત રાખવામાં આવે

અથવા માત્ર સિનિયર સિટિઝન્સ દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે

આરોગ્ય વીમા પ્રીમિયમ પર વસૂલવામાં આવતાં જીએસટીને 18 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button