NATIONAL

Chennai: મહિલા કસ્ટમરે ઠપકો આપતાં ફૂડ ડિલિવરી બોયે આપઘાત કરી લીધો

ચેન્નઇમાં ફૂડ ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા 19 વર્ષના એક કિશોરને એક મહિલા કસ્ટમરે ફૂડ ડિલિવરીમાં વિલંબ બાબતે ઠપકો આપતાં કિશોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પવિત્રન નામના આ કિશોરના ઘરેથી પોલીસને સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યું હતું કે, ‘હું મહિલા કસ્ટમરના વર્તનથી ત્રસ્ત થઇને આ આત્યંતિક પગલું ભરી રહ્યો છું. મહિલા કસ્ટમરે ઠપકો આપ્યા બાદ હું ડિપ્રેશનમાં આવી ગયો છું. આવી મહિલાઓ હશે ત્યાં સુધી હજુ વધારે મોત થતા રહેશે.’ પવિત્રન બી.કોમ.નો સ્ટુડન્ટ હતો અને ફૂડ ડિલિવરીમાં વિલંબની ઘટના 11 સપ્ટેમ્બરે બની હતી. તે ચેન્નઇના કોરાત્તુર વિસ્તારમાં ફૂડ ડિલિવરી માટે ગયો હતો પરંતુ તેને કસ્ટમરનું ઘર ન મળી રહ્યું હોવાથી ડિલિવરીમાં વિલંબ થતાં કસ્ટમરે તેને ઠપકો આપ્યો હતો અને ફૂડ ડિલિવરી એપમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બે દિવસ બાદ પવિત્રને આ કસ્ટમરના ઘર પર પથ્થર મારીને બારીના કાચ તોડી નાખ્યા હતા, જેના પગલે કસ્ટમરે તેની સામે પોલીસ ફરિયાદ કરતા વાત વણસી હતી. બુધવારે પોલીસને પવિત્રન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

અર્ન્સ્ટ એન્ડ યંગની કર્મચારીના મોત મામલે તપાસ થશે

અર્ન્સ્ટ એન્ડ યંગ કંપનીમાં જોબ કરતી 26 વર્ષની સી. એ. યુવતી એના સેબેસ્ટિયન પેરાયિલના વર્ક લોડ સંબંધી સ્ટ્રેસને કારણે મોત મામલે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે આ કેસમાં ફરિયાદ લેવાઇ છે અને એનાના મોત માટે જવાબદાર કારણો અંગે તપાસ કરાશે. શ્રમ રાજ્યપ્રધાન શોભા કરાંદલજેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અસુરક્ષિત અને શોષણકારી વર્ક એન્વાયરમેન્ટના આક્ષેપો બાબતે તપાસ ચાલી રહી છે. અમે ન્યાય સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button