રાજકીય દળોને સૌથી વધુ દાન કરનાર સેન્ટિયાગો માર્ટિનના નિવાસે તેમજ અન્ય સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લોટરી કિંગ માર્ટિન દ્વારા રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા સૌથી વધુ રૂ. 1,300 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. મની લૉન્ડરિંગ કેસમાં માર્ટિન સામે કેસ કરવામાં આવ્યો છે તેની રૂ. 450 કરોડથી વધુ રકમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
મદ્રાસ હાઈકોર્ટે માર્ટિન સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. માર્ટિનના ચેન્નઈ સહિત કેટલાક સ્થળે ઈડીએ દરોડા પાડીને જપ્તી અને તપાસની કામગીરી હાથ ધરી છે. અગાઉ તામિળનાડુ પોલીસે માર્ટિન તેમજ કેટલાક અન્ય લોકો સામે FIR બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે પોલિસની અરજીનો સ્વીકાર કર્યો હતો. જો કે મદ્રાસ હાઈકોર્ટે નીચલી કોર્ટનાં આદેશને પલટાવીને માર્ટિન સામે કાર્યવાહી કરવા ઈડીને પરવાનગી આપી હતી. માર્ટિનનાં ઘરેથી અગાઉ રૂ. 7.2 કરોડની બેનામી રોકડ મળી આવી હતી. આ કેસમાં નીચલી કોર્ટે ચેન્નઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરાયેલા ક્લોઝર રિપોર્ટને સ્વીકાર્યો હતો.
સિક્કિમ સરકાર સાથે લોટરીના ધંધામાં રૂ. 900 કરોડની છેતરપિંડી
માર્ટિને કેરળમાં લોટરીના વેપારમાં સિક્કિમ સરકાર સાથે રૂ. 900 કરોડની છેતરપિંડી કરી હતી. જેમાં સિક્કિમ સરકારને નુકસાન જતા તેની સામે કેસ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે માર્ટિનની રૂ. 457 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હતી. ફ્યૂચર ગેમિંગ સોલ્યુશન ઈન્ડિયા પ્રા. લિં. એ સિક્કિમ લોટરીનાં ડિસ્ટ્રિબ્યૂટર છે અને આ કેસમાં ઈડી દ્વારા માર્ટિનની તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપવાનાં કેસમાં પણ ઈડી દ્વારા તપાસ કરાઈ રહી છે.
Source link