GUJARAT

Chhotaudepur: દૂધ સંજીવની યોજનાનું દૂધ પીતો શ્વાનનો વીડિયો સામે આવ્યો

છોટાઉદેપુરની હરપાલપુરા પ્રા.શાળામાં બેદરકારી સામે આવી છે. જેમાં દૂધ સંજીવની યોજનાનું દૂધ પીતો શ્વાનનો વીડિયો સામે આવ્યો છે. સ્કૂલ બહાર પાળી ઉપર દૂધના કેરેટ મુક્યા હતા. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાળી ઉપર દૂધના કેરેટ મુકાયા હતા. તેથી સ્કૂલના બાળકોના બદલે શ્વાન દૂધ પીતા દેખાયા છે.

દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન પીતા હોવાનો વીડિયો

શાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.છોટાઉદેપુરની હરપાલપુરા પ્રાથમિક શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કોન્ટ્રકટર દ્વારા શાળા બહાર પાળી ઉપર દૂધના કેરેટ મુકાતા શ્વાન દૂધ પીવે છે. ગુજરાત સરકારની બાળકોના પોષણ માટેની મહત્વપૂર્ણ યોજનાનું દૂધ બાળકોની જગ્યાએ શ્વાન પીતા દેખાયા છે. દૂધ, ભોજન અને ટેકહોમ રેશન હેઠળ રાજ્ય સરકાર વર્ષે 2500 કરોડનો ખર્ચ કરે છે. દૂધ સંજીવની યોજના હેઠળ 12000 કરોડ રૂપિયાનું દૂધ આપવામાં આવ્યું છે.

સપ્તાહમાં બે દિવસ 200 એમએલ ફોર્ટિફાઇડ ફ્‌લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે

 દૂધની યોજનામાં આંગણવાડી કેન્દ્રના છ માસથી છ વર્ષના બાળકોને સપ્તાહમાં પાંચ દિવસ 100 એમએલ અને સગર્ભા-ધાત્રી માતાઓને સપ્તાહમાં બે દિવસ 200 એમએલ ફોર્ટિફાઇડ ફ્‌લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આટલું દૂધ અને કરોડોના ખર્ચ પછી પણ બાળકો અને તેમની માતાના પોષણમાં ફરક પડ્યો છે. જેમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતા તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં સરકાર દ્વારા રૂપિયા ખર્ચીને બાળકોના પોષણ માટે દૂધ મોકલાવામાં આવે છે જેમાં કોન્ટ્રાકટરની ગંભીર ભૂલના કારણે તે દૂધ શ્વાન પી રહ્યાં છે. જેમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા લોકો માગ કરી રહ્યાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button