GUJARAT

Chhotaudepur: સંસદસભ્યએ ધારિયું લઈને જાતે વૃક્ષ કાપ્યું અને રસ્તો કર્યો

  • સંસદસભ્ય જશુભાઈ રાઠવાની સરાહનીય કામગીરી
  • નસવાડીમાં ધરાશાયી વૃક્ષ ખસેડતા નજરે પડ્યા
  • પલાસણી ગામ પાસે પડ્યું હતું વિશાળ વૃક્ષ

છોટાઉદેપુરના સંસદસભ્ય જશુભાઈ રાઠવાની સરાહનીય કામગીરીનો વિડિયો વાયરલ થયો છે. નસવાડી ક્વાંટ રોડ ઉપર મોટુ વૃક્ષ પડતા ત્યાંથી પસાર થતા છોટાઉદેપુર સંસદસભ્ય જાતે કામગીરીમા જોડાયા હતા.

પલાસણી ગામ પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું

સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે નસવાડી ખાતે આવેલ સંસદસભ્ય જશુભાઈ રાઠવા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નસવાડી તાલુકાના પલાસણી ગામે રસ્તામાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયેલું જોવા મળ્યું. જેના લીધો રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનચાલકોની લાંબી લાઈન લાગી હતી. વન વિભાગના કર્મચારીઓ વિશાળ વૃક્ષને ખસેડવાની જહેમત કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી છોટાઉદેપુરના સંસદસભ્ય પસાર થતાં તેમણે પણ ધારિયું લઈને વૃક્ષ કાપ્યુ હતું અને વૃક્ષને માર્ગમાંથી ખસેડ્યું હતું. ત્યાં ઉભા રહેલ વાહન ચાલકોએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં સંસદસભ્યની કામગીરીના વખાણ થઈ રહ્યા છે.

કોણ છે સંસદસભ્ય જશુ રાઠવા?

જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી ગ્રામપંચાયત ખાતે એક સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે ફરજ બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ-પ્રમુખ આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. હાલમાં જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના સંસદસભ્ય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button