GUJARAT

Dahod: સંજેલી-ઝાલોદ રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી

  • શાળાના બાળકો અને વાહનચાલકોને પસાર થવાની મુશ્કેલી
  • પાણીના નિકાલ માટે નાળું બનાવવા ઉઠેલી લોકોની માગ
  • સંજેલીથી ઝાલોદ રોડ પર પેટ્રોલ પંપ પાસે રસ્તા પર સ્કૂલ આવેલી છે. અહીંયા 200 જેટલા બાળકો અવર જવર કરે છે

સંજેલીથી ઝાલોદ રોડ પર પેટ્રોલ પંપ પાસે વરસાદનાં પાણી ભરાયા હતા. જેને લઇને શાળાના બાળકો સહિત અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

સંજેલીથી ઝાલોદ રોડ પર પેટ્રોલ પંપ પાસે રસ્તા પર સ્કૂલ આવેલી છે. અહીંયા 200 જેટલા બાળકો અવર જવર કરે છે. સંજેલીથી ઝાલોદ રોડ પર પેટ્રોલ પંપ આવેલ છે. આ મુખ્ય માર્ગ પર ગતરાત્રીના સમયે મુશળધાર વરસાદ પડવાને કારણે રસ્તા પર ઢીચણ સમાં પાણી ભરાઈ ગયા હતા. અહીંયાથી ઝાલોદ અને દાહોદ જવા માટેનો મુખ્ય માર્ગ છે. પેટ્રોલ પંપની બાજુમાં સ્કૂલમાં નાના નાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. આ પાણી ઓળંગીને બાળકોએ જવાનો વારો આવ્યો છે. જે ભયજનક છે. જેથી માર્ગ અને મકાન વિભાગ આ રસ્તામાં ભરાતું પાણીનો યોગ્ય નિકાલ કરે તે લોકો ઈચ્છી રહ્યા છે. છેલ્લા બે જેટલા વર્ષથી આ જગ્યા પર વરસાદ વધુ પડે તો પાણી ભરાઈ જાય છે.

પણ તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોતું હોય તેમ આ ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં રસ ના હોય તેમ જણાય રહ્યું છે. અહીંયા મોટું નાળું મૂકવામાં આવે તો આ પાણી ભરાવવાની સમસ્યાનો કાયમને માટે નિકાલ આવે તેમ છે. વારંવાર માર્ગ અને મકાન વિભાગમાં જાણ કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે. રોજે રોજ રજૂઆતો અને અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. જેથી બાળકો અને વાલીઓની એવી માંગ છે કે, સત્વરે તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાય .

છેલ્લા કેટલા સમયથી અહીંયા વરસાદ પડે એટલે રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે. જેના લીધે આવા રસ્તે અવર જવર કરનારને ભારે હાલાકી ભોગવવી પડે છે. મુખ્ય માર્ગ પર ભરાયેલ પાણીનો યોગ્ય નિકાલ કરે તેમ સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button