NATIONAL

Delhi: દેશમાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી હાથ ધરાશે

દેશભરમાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે તેમ સરકારી સૂત્રો સાથે સંકળાયેલી વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવીને કહ્યું હતું. સરકાર દ્વારા દર દસ વર્ષે યોજવામાં આવતી વસ્તી ગણતરી હાથ ધરવા તૈયારીઓ શરૂ કરાઈ છે.

કોંગ્રેસ સહિત દેશનાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગણી કરાઈ છે. જો કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. વસ્તી ગણતરી માટેનાં ફોર્મમાં જાતિ આધારિત વસ્તી ગણતરી માટે નવી કોલમ ઉમેરવા કોઈ નિર્ણય લેવાયો નથી. પીએમ મોદી દ્વારા 2014માં સત્તા સંભાળવામાં આવી તે પછી દેશમાં ભાજપનાં

શાસનકાળમાં પહેલીવાર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ભારતમાં 1881થી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જો કે આ દાયકાનાં પહેલા તબક્કામાં કોરોનાને કારણે 1 એપ્રિલ 2020થી હાથ ધરવામાં આવનાર વસ્તી ગણતરીને મુલતવી રાખવામાં આવી હતી. વસ્તી ગણતરીનાં તાજા આંકડા ઉપલબ્ધ નહીં હોવાથી સરકારે હાલ લોક કલ્યાણની યોજનાઓ માટે તેમજ સબસિડીની ફાળવણી માટે 2011ની વસ્તી ગણતરીનાં આંકડાઓ પર આધાર રાખવો પડે છે.

વસ્તી ગણતરી અને NPRઇ માટે રૂ. 12,000 કરોડનો ખર્ચ

આ વખતે વસ્તી ગણતરી તેમજ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે સરકારે રૂ. 12,000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવો પડશે તેવી ગણતરી છે. વસ્તી ગણતરી પછી મહિલા અનામત બિલનો અમલ શક્ય બનશે ગયા વર્ષે સંસદમાં પાસ કરવામાં આવેલ મહિલા અનામત બિલનો અમલ પણ વસ્તી ગણતરી પર આધાર રાખે છે તેથી વસ્તી ગણતરીની સાથે મહિલા અનામત બિલનો અમલ કરવાનો માર્ગ ખુલ્લો થશે. મહિલા અનામત બિલમાં લોકસભા તેમજ રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ સીટ અનામત રાખવાની જોગવાઈ કરાઈ છે. પહેલી વસ્તી ગણતરી પછી સીમાંકનને આધારે તેનો અમલ કરાશે. કોરોનાને કારણે દેશમાં કુલ કેટલા મકાનો કે રહેઠાણો છે તેની તેમજ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) ને અપડેટ કરવાની કામગીરી પણ વિલંબમાં મુકાઈ છે.

દરેક નાગરિકે 31 પ્રશ્નોનાં જવાબ આપવા પડશે

મોદી સરકાર સત્તામાં આવ્યા પછી ભારતની આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી છે. જેમાં દરેક નાગરિકો દ્વારા સ્પેશ્યલ લૉન્ચ કરવામાં આવનાર પોર્ટલ પર પુછવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે અને પારિવારિક તેમજ વ્યક્તિગત માહિતી આપવાની રહેશે. દરેક વ્યકિતએ તેમની માહિતી આપતી વખતે આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર ફરજિયાત દર્શાવવાનાં રહેશે. વસ્તી ગણતરી માટે ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર દ્વારા 31 પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button