NATIONAL

Delhi: ચાઇનીઝ હેકર્સ ભારત અને અમેરિકાની ઇન્ટરનેટ કંપનીઓ પર ત્રાટક્યા

  • યુએસનો મહત્ત્વના નેટવર્કમાં ઘૂસણખોરીનો ચીની હેકર્સ પર આરોપ
  • વોલ્ટ ટાઇફૂન સાઇબર અપરાધીઓનો સમૂહ છે, તેને ચીન સ્પોન્સર કરતું નથી : ચીન
  • જૂનના અંતમાં વાઇરસ માટે એક ઇમર્જન્સી પેચ ઇશ્યૂ કર્યો હતો

આ સમાચાર પ્રસરતા સાઇબર હુમલા માટે અમેરિકાના મહત્ત્વપૂર્ણ પાયાના માળખાની સંવેદનશીલતા પરની ચિંતામાં વધારો થશે. અમેરિકાએ આ વર્ષે વોલ્ટ ટાઇફૂન પર દેશની કેટલીક જળ સુવિધાઓ, વીજળી ગ્રીડ અને સંચાર ક્ષેત્રો સહિત અમેરિકાની મહત્ત્વપૂર્ણ સેવાઓને સંચાલિત કરતાં નેટવર્કમાં ઘૂસણખોરી કરવાનો આરોપ મૂક્યો છે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં તાઇવાન પર આક્રમણ જેવા સંકટ દરમિયાન અવરોધ પેદા કરી શકવાનો છે.

વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ પેન્ગ્યૂએ એક ઇ-મેલમાં જણાવ્યું હતું કે વોલ્ટ ટાઇફૂન વાસ્તવમાં એક રેનસમવેર સાઇબર અપરાધીઓનો એક સમૂહ છે જે પોતાની જાતને ડાર્ક પાવર કહે છે અને કોઈપણ રાજ્ય અથવા ક્ષેત્ર દ્વારા સ્પોન્સર્ડ નથી. તેમે જણાવ્યું હતું કે ચીનને એવા સંકેતો મળ્યા છે કે અમેરિકન ગુપ્તચર જૂથોએ કોંગ્રેસના બજેટ અને સરકારી કોન્ટ્રાક્ટ્સને વેગ આપવાના પ્રયાસો હેઠળ અમેરિકાની વિરુદ્ધ સાઇબર હુમલાનું સમર્થન કરવા માટે ચીન પર ખોટો આરોપ મૂકવા માટે ગુપ્ત રૂપથી સાઇબર સુરક્ષા કંપનીઓની સાથે જોડાણ કર્યું છે.

જૂનના અંતમાં વાઇરસ આક્રમણ શરૂ થયું હતું

અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર કેલિફોર્નિયાના સાંતા ક્લારા સ્થિત કંપની વર્સાએ જણાવ્યું હતું કે તેણે જૂનના અંતમાં વાઇરસ માટે એક ઇમર્જન્સી પેચ ઇશ્યૂ કર્યો હતો. જો કે જુલાઈમાં જ એક ગ્રાહક દ્વારા સૂચિત કરાયા બાદ ગ્રાહકોને આ મુદ્દા પર વ્યાપક રૂપથી ફ્લેગ કરવાનું શરૂ કરી દીધું હતું. વર્સાએ જણાવ્યું હતું કે ગ્રાહકે ફાયરવોલ નિયમો તથા અન્ય ઉપાયોના માધ્યમથી પોતાની સિસ્ટમની સુરક્ષા કરવાના ઉપાયો પર અગાઉ પ્રકાશિત કરવામાં આવેલા માર્ગદર્શનનું પાલન કર્યું ન હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button