NATIONAL

Delhi: પરાળી બાળવા બદલ દંડ બમણો કર્યો

સુપ્રીમ કોર્ટે પરાળી બાળવાને મુદ્દે કડક ટિપ્પણી આપ્યા બાદ કેન્દ્ર સરકારે પરાળી બાળનારા ખેડૂતોને થતા દંડની રકમને બમણી કરી દીધી છે. પર્યાવરણ મંત્રાલયે ગુરુવારે જાહેરાનામુ જારી કરીન સરકારના આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. જાહેરનામામાં જણાવ્યા મુજબ બે એકરથી ઓછી જમીન હોવાના કિસ્સામાં રૂપિયા 5,000 દંડ ભરવો પડશે.

બે થી પાંચ એકર જમીન વિસ્તારના કિસ્સામાં રૂપિયા 10,000 અને પાંચ એકરથી વધુ જમીન વિસ્તારના કિસ્સામાં રૂપિયા 30,000 દંડ ભરવો પડશે. આ પહેલાં ઉપરોક્ત તમામ કિસ્સામાં દંડની રકમ અડધી હતી.ઉત્તર પ્રદેશ,પંજાબ,હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી સરકાર આ નિયમોના અમલ માટે બાધ્ય રહેશે.હકીકતે સુપ્રીમ કોર્ટે આ કેસની ચાર નવેમ્બરે સુનાવણી કરતાં પંજાબ-હરિયાણાને 14 નવેમ્બર સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. તે પહેલાં સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ મુદ્દે ઘડાયેલા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ નિયમો ઘડવા કેન્દ્રને જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવા બે સપ્તાહનો સમય ફાળવ્યો હતો.આ કેસમાં સુપ્રીમ કોર્ટે 23 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરતાં હરિયાણા સરકારે કરેલી કાર્યવાહી સામે અસંતોષ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કોર્ટને કડક આદેશ કરવા મજબૂર કરવામાં ના આવે. સુપ્રીમ કોર્ટે ખેતરોમાં પરાળી બળતી અટકાવવા પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો માત્ર દેખાવ પૂરતા હોવાનું જણાવ્યું હતું.કોર્ટે કહ્યું હતું કે આ સરકારો જો ખરેખર કાયદાનો અમલ કરવા ઇચ્છુક હોય તો ઓછામાં ઓછો એક કેસ તો ચાલવો જ જોઈએ. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહી દીધું હતું કે કેન્દ્ર , પંજાબ અને હરિયાણામા રાજ્ય સરકારોને તે બાબત યાદ અપાવવાનો સમય આવી ગયો છે કે નાગરિકો પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો મૌલિક અધિકાર ધરાવે છે. પ્રદુષિત વાતાવરણમાં નાગરિકોનું રહેવું તે બાબત અનુચ્છેદ 21 હેઠળ મૌલિક અધિકારોના ઉલ્લંઘન બરોબર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button