- આ વિવાદાસ્પદ મુદ્દા પર સહમતી સાધવા માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે
- વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિ, આંશિક મુક્તિ અથવા ટેક્સ રેટને ઘટાડવાના વિકલ્પો પર ચર્ચા
- ફિટમેન્ટ કમિટીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના રેવન્યૂ અધિકારીઓ સામેલ
દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી મુક્ત રાખવાના પ્રસ્તાવ પર રાજ્યોમાં હજું સુધી સહમતિ સાધી શકાઇ નથી. વાસ્તવમાં ફિટમેન્ટ કમિટી હજું પણ આ વિવાદાસ્પદ મુદ્દા પર સહમતિ સાધવા માટેનો સંઘર્ષ કરી રહી છે. ફિટમેન્ટ કમિટીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના રેવન્યૂ અધિકારીઓ સામેલ છે.
આના સંદર્ભમાં આગામી નવ સપ્ટેમ્બરની જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય થઇ શકે છે. આ બેઠક કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનની આગેવાની હેઠળ યોજાશે. આ ઘટનાક્રમ અંગે માહિતી ધરાવતાં બે અધિકારીઓએ જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિ, આંશિક મુક્તિ અથવા ટેક્સ રેટને ઘટાડીને પાંચ ટકા કરવા જેવા વિકલ્પો પર હજું પણ ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને જીએસટીમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત પર વાદવિવાદ ચાલી રહ્યો છે. એક મત એવો પણ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ઇન્કમ ટેક્સના મોર્ચે મળનારી રાહતની ભરપાઇ અન્ય સેક્ટર્સ મારફત થઇ શકે છે.
રાજ્યોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે
આ મામલે રાજ્ય સરકારોની ચિંતા તેમની આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાને લઇને છે કે જે રૂ. 3200 કરોડથી લઇને 4000 કરોડ રૂપિયા જેવો હોઇ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નુકસાનનો ચોક્કસ આંકડો આઈટીસી(ઇનપુટ ટેક્સ ક્રેડિટ)ને જાળવી રાખવા પર નિર્ભર રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સ સિસ્ટમને લઇને અનેક પ્રકારની બાબતો છે. કેટલાક રાજ્યોને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમને જીએસટીમાંથી મુક્તિ ઉપલબ્ધ કરાવવાથી થનારા રેવન્યુ લોસનો અંદાજ છે જ્યારે કેટલાક રાજ્યોને લાગે છે કે ટેક્સમાં ઘટાડો કરવાના કારણે હેલ્થ ઇન્સ્યોરન્સના કવરેજનો વ્યાપ વધશે.
Source link