લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકીને ભાજપ પર ગોવામાં જાણીજોઇને સાંપ્રદાયિક ટેન્શન ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે સત્તારુઢ પક્ષના પ્રયાસોને પડકારવામાં આવશે કેમ કે રાજ્ય અને સમગ્ર ભારતના લોકો આ વિભાજનકારી એજન્ડાને જોઇ રહ્યા છે અને એકસંપ છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગોવાનું આકર્ષણ તેની પ્રાકૃતિક સુંદરતા અને તેના વિવિધ તથા સામંજસ્યપૂર્ણ લોકોના આતિથ્યમાં છે. પણ દુર્ભાગ્યથી ભાજપના શાસનમાં આ સદભાવ પર હુમલો થઇ રહ્યો છે. ભાજપ જાણીજોઇને સાંપ્રદાયિક ટેન્શનને ભડકાવી રહ્યું છે. જેમાં એક ભૂતપૂર્વ આરએસએસ નેતા ક્રિશ્ચિયન તથા સંઘ સંગઠનોને મુસલમાનોનો આર્થિક બહિષ્કાર કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ગોવામાં ભાજપની વ્યૂહરચના સ્પષ્ટ છે. ગેરકાયદેસર રીતે ગ્રીનલેન્ડને પરિવર્તિત કરીને તથા પર્યાવરણના નિયમોને બાજુએ રાખીને પારિસ્થિતિક રૂપથી સંવેદનશીલ ક્ષેત્રોનું શોષણ કરતાં લોકોનું વિભાજન કરવું, જે ગોવાના પ્રાકૃતિક અને સામાજિક વારસા પર હુમલો છે.
Source link