NATIONAL

Imphal:પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સારી રીતે આગળ વધી રહ્યું છે

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સુચારું પ્રકારે આગળ વધી રહ્યું છે તેમ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ગુરુવારે જણાવ્યું હતું. એક કાર્યક્રમ દરમિયાન બોલી રહેલાં દાસે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવેલ વ્યાજના દરમાં કાપ મુકવાની ભલામણ પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બરમાં એમપીસીની બેઠક મળશે તેમાં આ બાબતે ઉચિત નિર્ણય કરશે. નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં મોંઘવારીનો દર આરબીઆઈના છ ટકાના ટાર્ગેટ કરતાં વધારે રહ્યો હતો. આ મુદ્દે દાસે જણાવ્યું હતું કે ફુગાવામાં સમય સમય પર ઉતાર ચઢાવ આવતાં હોવા છતાં પણ તેમાં ઘટાડો થવાની આશા જળવાઇ રહી છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રે લાંબા સમયથી ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે પણ સારી કામગીરી બજાવી છે અને લડાયક ક્ષમતા દર્શાવી છે. તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં હજું ઘણા અવરોધો છે તેમ છતાં નાણાકીય બજારોમાં મજબૂતી છે.

રૂપિયાના નીચા સ્તર મુદ્દે દાસનું મંતવ્ય

આરબીઆઈના ગવર્નર દાસ અનુસાર ભારતીય અર્થતંત્ર સારી રીતે આગળ વધી રહ્યું છે, જેને મજબૂત વ્યાપક આર્થિક પાયાનું માળખું, સ્થિર ફાઈનાન્સિયલ સિસ્ટમ અને મજબૂત બાહ્ય ક્ષેત્રના કારણે બળ મળી રહ્યું છે. ડોલર સામે રૂપિયો તેના નવા નીચલા સ્તર પર પહોંચી ગયો છે તે મુદ્દે બોલતાં દાસે જણાવ્યું હતું કે ભારતના બાહ્ય ક્ષેત્રએ હાલના સમયગાળામાં મજબૂતી અને સ્થિરતા દેખાડી છે. કરન્ટ એકાઉન્ટની ખાધ એટલે કે કેડ મેનેજમેન્ટના સ્તર પર બનેલી છે. આ ઉપરાંત અનેક વસ્તુઓની નિકાસમાં વધારો થયો છે જ્યારે સર્વિસ એક્સપોર્ટના મામલે પણ નોંધપાત્ર વૃદ્ધિ જળવાઇ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button