GUJARAT

Detroj: 1200 વર્ષ પૌરાણિક રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે આવેલ 1200 વર્ષ પૌરાણિક રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દાદાના દર્શન કર્યા.

10 દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે આવેલ 1200 વર્ષ પૌરાણિક રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો. ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને દાદાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે લોકમેળો યોજાયો હતો. રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે 10 દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

1 સપ્ટેમ્બર, 2024થી અન્નક્ષેત્રનો શુભારંભ થયો

દેત્રોજના રૂદાતલ ગામે આવેલ ગણપતિ દાદાના મંદિરે 1 સપ્ટેમ્બર, 2024થી અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે આવેલ પૌરાણિક રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવેલ છે.

સંતો-મહંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા

દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે 1200 વર્ષ જૂનું પૌરાણિક રૂદાતલા ગણપતિદાદાનું મંદિર આવેલુ છે. જ્યાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. રૂદાતલા ગણપતિદાદાના મંદિરે ધ્વજારોહણ અને અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતો – મહંતો, અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

શક્તિ માતાજી અને રૂદ્રેશ્વર મહાદેવના મંદિર બનાવવામાં આવ્યા હતા

દેત્રોજ તાલુકામાં રૂદાતલ ગામની અંદર તળાવના કિનારે પૂર્વ દિશામાં સિદ્ધરાજ જયસિંહના યુગમાં ગણપતિ દાદાનું મંદિર તેમજ શક્તિ માતાજી અને રૂદ્રેશ્વર મહાદેવના મંદિર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમયાંતરે રૂદાતલ ગામે ગણપતિ દાદાનું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું. રૂદાતલ ગણપતિ દાદાનું મંદિર હાલ વિશાળ કેમ્પસમાં આજુબાજુની હરિયાળી અને શાંતિના વાતાવરણ વચ્ચે શોભાયમાન છે. માંડલ, દેત્રોજ, કડી, મહેસાણા, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રાદ્ધાળુઓની આસ્થા અહીં જોડાયેલી છે. અહીં દર મહિનાની વદ-4ના રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. તેમજ ભાદરવા માસની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીએ ભક્તોનું કીડિયારું ઉભરાય છે. અહીં 10 દિવસ મહારાષ્ટ્રની જેમ ઉત્સવો, લોકમેળાઓ યોજાય છે આ ગણપતિ દાદાની બરોબર સામે મુષકદેવ પણ બિરાજમાન છે.

ગણેશ મહોત્સવ અંતર્ગત માંડલ, દેત્રોજ પંથકમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વથી અનેક શેરી, મહોલ્લાઓમાં તેમજ ઘરે ઘરે પણ લોકો ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરે છે. 10 દિવસ માંડલ પંથકમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનો ઉમંગ જોવા મળે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button