સાધલી મુકામે મુકામે પીએમશ્રી પ્રાથમિક શાળામાં આજરોજ તા.24 ઓક્ટોબર 24ને ગુરૂવારે કેનેરા રોબેકો કંપની દ્વારા તો ધો. 8માં ભણતા 73 બાળકોને ધારાસભ્ય તથા બ્રાન્ચ મેનેજર દ્વારા સાઇકલોનું વિતરણ કરાયું હતું.
પીએમશ્રી પ્રાથમિક શાળા સાધલીમાં આજરોજ આચાર્ય અશોક પ્રજાપતિ તથા શાળા સ્ટાફ્ દ્વારા અનેરો ઉત્સવ ઉજવાયો હતો. કેનેરા રોબેકો એસએસ મેનેજમેન્ટ લિમિટેડના CSR એક્ટિવિટીના માધ્યમથી ધો. 8માં ભણતાં 73 બાળકોને ધારાસભ્ય અક્ષય પટેલ તથા બ્રાન્ચ મેનેજર ચિરાયુ પટેલનું સન્માન કર્યા પછી સાઇકલોનું વિતરણ કરાયું હતું. આચાર્ય અશોક પ્રજાપતિ દ્વારા આભારવિધિ સંપન્ન કરાઈ હતી. ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કંપનીના બ્રાન્ચ મેનેજર ચિરાયુ પટેલ તથા કંપનીનો આભાર માની ભાજપ સરકાર દ્વારા શિનોર તાલુકાની બાકી શાળાના મકાન નવા બનાવવા માટે મંજૂર કર્યાની જાહેરાત કરી હતી.
બ્રાન્ચ મેનેજર ચિરાયુ પટેલે જણાવ્યું હતું કે, શિનોર તાલુકાની કોઈપણ શાળા ના બાળકો અભ્યાસથી વંચિત ના રહે અને આવવામાં સુગમતા રહે તે માટે કંપની દ્વારા દર વર્ષે સાઇકલોનું વિતરણ કરે છે.
Source link