GUJARAT

Diu: ભાજપ મહિલા મોરચા દ્વારા કોલકતામાં મહિલા તબીબની હત્યાને લઈ વિરોધ

  • દીવા ભાજપ મહિલા મોરચા દ્વારા કોલકતામાં થયેલી હત્યાનો વિરોધ
  • ભાજપ મહિલા મોરચા દ્વારા રેલી કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો
  • અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભાજપ કાર્યાલય ખાતેથી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં રેલી કાઢી અને પશ્ચિમ બંગાળના કોલકતામાં મહિલા તબીબ સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ અને હત્યાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તબીબી મહિલાના ન્યાય માટેની માગ સાથે નારા લગાવવામાં આવ્યા

ભાજપ કાર્યાલય ખાતે આ તબીબી મહિલાના ન્યાય માટેની માગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન દીવ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન તથા ભાજપ હોદ્દેદારો અને અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

IMAએ પીએમ મોદીને લખ્યો પત્ર, સુરક્ષા માટે કરી માગ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટરની હત્યાના સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમાં IMAએ લખ્યું છે કે “9 ઓગસ્ટના રોજ, આરજી કર મેડિકલ કોલેજની ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે ડ્યુટી દરમિયાન ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારબાદ 15 ઓગસ્ટના રોજ કેટલાક અસામાજિક તત્વોએ હોસ્પિટલમાં ભારે તોડફોડ કરી હતી, ઘટના સ્થળ સહિત હોસ્પિટલના ઘણા ભાગોમાં તોડફોડ કરી હતી. ત્યારે હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા નિશ્ચિત કરવાની માગ કરવામાં આવી છે.

આ કેસમાં કેન્દ્રીય એજન્સીએ 30 લોકોની ઓળખ કરી

કોલકાતાના આ ચર્ચાસ્પદ કેસની તપાસમાં CBIની કાર્યવાહી ચાલી રહી છે, હત્યા કેસની તપાસ માટે CBIએ ઘણા લોકોની પૂછપરછ કરી અને CBIના અધિકારીઓની મીટિંગ દરમિયાન મૃતકના માતા-પિતાએ હોસ્પિટલના ઘણા શંકાસ્પદ લોકોના નામ આપ્યા હતા અને કેન્દ્રીય એજન્સીએ લગભગ 30 લોકોની ઓળખ કરી છે અને આ 30 લોકો હાલમાં રડાર પર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button