NATIONAL

Delhi :મહિલા તબીબની હત્યાના વિરોધમાં ડોક્ટરોના સંગઠનનું 12 ઓગસ્ટથી હડતાળનું એલાન

  • 12 ઓગસ્ટથી હોસ્પિટલોમાં વૈકલ્પિક સેવાઓને રોકી દેવાની જાહેરાત
  • ભાજપ, કોંગ્રેસ સહિત અનેક દળો અને વિદ્યાર્થી સંઘ પણ મેદાનમાં
  • આ વિરોધ હવે બંગાળ પુરતો સિમિત રહ્યો નથી, પણ દેશભરમાં પ્રસરી ગયો છે

પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલના સેમિનાર રૂમમાં શુક્રવારે સવારે એક જુનિયર મહિલા ડોક્ટરની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના બાદ રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

જો કે આ વિરોધ હવે બંગાળ પુરતો સિમિત રહ્યો નથી, પણ દેશભરમાં પ્રસરી ગયો છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન(FORDA)એ આ મામલે સરક્યુલર બહાર પાડીને આરજી કર મેડિકલ કોલેજના ડોક્ટરો સાથે એકસંપ દેખાડતાં 12 ઓગસ્ટથી દેશભરની હોસ્પિટલમાં વૈકલ્પિક સેવાઓને રોકી દેવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલની વિદ્યાર્થીની છેલ્લે ગુરુવારે રાત્રે તેની મિત્રો સાથે ડીનર કરતી જોવા મળી હતી અને પછી શુક્રવારે સવારે તેની લાશ મળી હતી. રાજ્યમાં બનેલી આ ઘટનાના વિરોધમાં ભાજપ, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સહિત અનેક દળો અને વિદ્યાર્થી સંઘ પણ મેદાનમાં ઊતરી આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button