શિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગવી સામાન્ય વાત છે, પરંતુ આ જ આદત ઘણા લોકોને ડિહાઇડ્રેશન તરફ ધકેલી દે છે. મોટાભાગના લોકો શિયાળામાં પૂરતું પાણી નથી પીતા, જેના કારણે શરીરમાં પાણીની અછત સર્જાય છે અને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
શિયાળામાં ડિહાઇડ્રેશન કેમ થાય છે?
ઠંડા વાતાવરણમાં શરીરની તરસની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સાથે જ, હીટરનો ઉપયોગ, વધુ પેશાબ થવો અને સૂકી હવા કારણે શરીર ઝડપથી પાણી ગુમાવે છે. જો સમયસર પાણી ન પીવામાં આવે, તો કિડની અને પાચનતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.
ડિહાઇડ્રેશનના મુખ્ય લક્ષણો
પેશાબનો રંગ ગાઢ થવો: હળવો પીળો રંગ સ્વસ્થતાનું નિશાન છે, જ્યારે ગાઢ પીળો અથવા નારંગી રંગ ડિહાઇડ્રેશન સૂચવે છે.
ત્વચા અને હોઠ સૂકાઈ જવા: મોઈશ્ચરાઇઝર છતાં ત્વચા ખેંચાયેલી લાગે તો તે પાણીની કમીનો સંકેત છે.
માથાનો દુખાવો અને થાક: પાણી ઓછું હોવાથી મગજ પર અસર પડે છે અને સતત થાક અનુભવાય છે.
મોઢામાં દુર્ગંધ: લાળની માત્રા ઘટવાથી બેક્ટેરિયા વધે છે અને શ્વાસમાં વાસ આવે છે.
મીઠું અથવા ગળ્યું ખાવાની ઇચ્છા: શરીર ઊર્જા માટે સુગરની માંગ કરે છે, જે ડિહાઇડ્રેશનનું આશ્ચર્યજનક લક્ષણ છે.
ડિહાઇડ્રેશનથી બચવાના ઉપાયો
મોબાઇલમાં વોટર રિમાઇન્ડર સેટ કરો
ઠંડું ન ગમતું હોય તો હળવું ગરમ પાણી પીવો
સૂપ, ફળો અને શાકભાજી જેવા હાઇડ્રેટિંગ ખોરાક લો
હર્બલ ટી અથવા ખાંડ વગરનો ઉકાળો પીવો


Leave a Comment