GUJARAT

ભારે વરસાદ પડવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, રુટ ડાયવર્ટ કરાયા

  • ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો
  • વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર
  • ઘણી ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા, તો કેટલીક ટ્રેનો રદ્દ થઈ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ત્યારે ઘણી ટ્રેનો વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે જ્યારે ઘણી ટ્રેનોના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ કેટલીક ટ્રેનોના રુટ ટૂંકાવવામાં પણ આવ્યા છે.

ભારે વરસાદના કારણે ટ્રેનો પ્રભાવિત

મહત્વનું કહી શકાય કે, રાજ્યમાં ગઇકાલ રાતથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘરાજા અનેક જિલ્લાઓમાં ગઇકાલ મોદી રાતથી જ ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે ટ્રેનો પણ પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

રદ કરાયેલી ટ્રેનો

1. ટ્રેન નંબર 09400 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.

2. ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન રદ રહેશે.

3. ટ્રેન નંબર 09274 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.

4. 26.08.24ની ટ્રેન નંબર 09327 – વડોદરા – અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશે.

5. 26.08.24ની ટ્રેન નંબર 09316 – અમદાવાદ – વડોદરા મેમુ ટ્રેન રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

1. ટ્રેન નંબર 12917 અમદાવાદ – નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

2. ટ્રેન નં. 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 26.08.2024ના રોજ આણંદ-ડાકોર-ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

3. ટ્રેન નંબર 19309 ગાંધીધામ – ઈન્દોર શાંતિ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

4. ટ્રેન નંબર 12947 અમદાવાદ – પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

5. ટ્રેન નંબર 19167 અમદાવાદ – વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

6. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

7. ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ 26.08.2024ના રોજ ગોધરા-ડાકોર-આણંદ થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

8. ટ્રેન નંબર 16337 ઓખા – એર્નાકુલમ એક્સપ્રેસ 26.08.24 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

9. ટ્રેન નંબર 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ આણંદ – ડાકોર – ગોધરા – વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

ટૂંકી અવધિ/ટૂંકી ઉદ્દભવતી ટ્રેનો

1. ટ્રેન નં. 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તારીખ 26.08.2024 ના રોજ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.

2. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.08.2024 ના રોજ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.

3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.08.2024 આણંદ સ્ટેશનથી ટૂંકી હશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button