GUJARAT

Dwarka: શિવરાજપુર ગામે ભાદરવી પૂનમનો મલકુસ્તી મેળો યોજાયો, દુરદુરથી લોકો જોવા આવ્યા

આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ઓનલાઈન ગેમ અને મોબાઈલ પૂરતી સીમિત રમતો રમતા હોય છે અને પોતાની જાતને સ્માર્ટ ગણે છે, ત્યાં બીજી બાજુ રામાયણ મહાભારત કાર્ડની આગવી ઓળખ એટલે મલકુસ્તી મેળો છે.

પહેલા મલકુસ્તી મેળાનું આયોજન રાજા મહારાજાઓ દ્વારા કરવામાં આવતું

આ મલકુસ્તી મેળાનું આયોજન અતિ પૌરાણિક રાજા મહારાજા દ્વારા કરવામાં આવતું હતું અને આ મલકુસ્તી બાજોને રાજાઓ પોતાની સેનામાં ભરતી કરતા હતા અને પોતાના અંગરક્ષક તરીકે નિમણૂક આપતા હતા. ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના શિવરાજપુર ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે.

20,000 જેટલા લોકોએ મેળો નિહાળ્યો

શિવરાજપુર જેવા નાના ગામમાં 500 વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાંથી 200થી 300 મલકુસ્તી બાજો તેમજ 15,000થી 20,000 જેટલી મલકુસ્તી પ્રેમી જનતા અહીં આ મેળામાં આવી રહી છે. અહીંના મેળામાં મલકુસ્તી બાજો આ મેળામાં ભાગ લે છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવે છે. આજે શિવરાજપુર વાડી વિસ્તારમાં જાકુપિર ડાડાની દરગાહે આ મલ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મલ કુસ્તી હરીફાઈમાં પહેલવાનોએ લીધો ભાગ

જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ દેશી WWF ગણાતી મલ કુસ્તીને નિહાળવા આવી પહોંચ્યા હતા અને તંદુરસ્ત આ મલ કુસ્તી હરીફાઈમાં પહેલવાનો, સ્ફૂર્તિવાન યુવાનોએ આ મેળામાં ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર મલ કુસ્તીબાજને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

દર ભાદરવી પૂનમે યોજાય છે મેળો

આ આયોજન શિવરાજપુર ગામના લોકો દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને 500 વર્ષથી અહીં પૌરાણિક ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. અહીં મલ કુસ્તી મેળાનું વિશેષ મહત્વ છે ત્યારે આ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. મલ કુસ્તીબાજ પણ ઓખા મંડળ તેમજ કલ્યાણપૂર તેમજ દ્વારકા જિલ્લામાંથી ભાગ લેવા આવતા હોય છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button