NATIONAL

Indigo flightમાં મુસાફરની અચાનક લથડી તબિયત, નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

  • ઈન્ડિગો ફ્લાઈટ શુક્રવારે બેંગલુરુથી પટના માટે રવાના થઈ હતી
  • આ દરમિયાન વિમાનમાં સવાર એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી
  • પેસેન્જરને જોરદાર આંચકી આવવા લાગી જેના કારણે તે બેભાન થવા લાગ્યો

બેંગલુરુથી પટના જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં (Indigo flight) એક મુસાફરની તબિયત લથડી હતી. આ પછી મહારાષ્ટ્રના નાગપુરમાં (Nagpur) ઈમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું હતું. પ્લેનના લેન્ડિંગ બાદ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે એવું જાણવા મળ્યું છે કે પેસેન્જરને આંચકી આવી રહી છે.

આ પછી ફ્લાઇટ સ્ટાફે તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો

એજન્સીના જણાવ્યા અનુસાર ઈન્ડિગો ફ્લાઈટ શુક્રવારે બેંગલુરુથી પટના માટે રવાના થઈ હતી. આ દરમિયાન વિમાનમાં સવાર એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. પ્લેન ટેકઓફ થતાં જ પેસેન્જરને જોરદાર આંચકી આવવા લાગી જેના કારણે તે બેભાન થવા લાગ્યો.

તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો

આ પછી ફ્લાઇટ સ્ટાફે તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ યાત્રીની તબિયત સતત બગડતી રહી. તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. પેસેન્જરને તેના શરીરમાં જડતાનો અનુભવ થવા લાગ્યો. આ પછી નાગપુર એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ બીમાર મુસાફરને KIMS-Kingsway હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ફ્લાઈટના ટેકઓફ બાદ પેસેન્જરે બેભાન થઇ ગયો હતો 

આ મામલામાં હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઈટના ટેકઓફ બાદ પેસેન્જરે બેભાન થઇ ગયો હતો પેસેન્જરને ખેંચ આવતી હતી. ફ્લાઈટ સ્ટાફે પેસેન્જરને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આ પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે દર્દીને આંચકી ઉપડે છે. હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button