BUSINESS

IRCTC: રેલવે પ્રવાસમાં ભોજનની સમસ્યા સમાપ્ત, હવે Zomato ઓર્ડર લેશે, વાંચો વિગતવાર

જાણીતી લોકપ્રિય ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો અનુસાર કંપનીએ આઈઆરસીટીસીની સાથે સ્પેશિયલ ભાગીદારી કરી છે. આને ઝોમેટો ફૂડ ડિલીવરી ઈન ટ્રેન કોલેબ્રેશનને લઈ યુઝર્સેની સાથે સીધા પ્રવાસીના કોચમાં જમવાનું આપવામાં આવશે. આવામાં યુઝર્સ કોઈ શહેરની ખાસ ડિશ ઓર્ડર કરશો તો તેને સરળતાથી કરી શકશે. દાવો છે કે, ઝોમેટોથી 100થી વધુ રેલવે સ્ટેશનથી મળતી આ સુવિધાની સાથે 10 લાખથી વધુ ઓર્ડર્સ ડિલીવર કર્યા છે.
ભોજનની ડિલીવરી કરાશે
લાંબા ટ્રેન પ્રવાસ દરમિયાન મનપસંદ ખાવાનું મળી જાય તો શું કહેશો? મજા પડી જાય. આ જરૂરિયાતને સમજતા લોકપ્રિય ફૂડ ડિલીવરી પ્લ્ટફોર્મ ઝોમેટોએ IRCTCની સાથે ભાગીદારી કરી છે. આ પાર્ટનરસિપને લઈ યુઝર્સને રેલયાત્રામાં એપથી ખાવાનું ઓર્ડર કરવાનો વિકલ્પ મળશે. પ્લેટફોર્મ અનુસાર, રેલવે પ્રવાસમાં ટ્રેનમાં જમવાનો ઓર્ડર કર્યા પછી નક્કી સ્ટેશન પર તમારા કોચમાં ફૂડ ડિલીવરી કરવામાં આવશે.
યુઝર્સે આપી ઘણી પ્રતિક્રિયા
કંપની સીઈઓ તરફથી કરવામાં આવેલ સોશિયલ મીડિયા એક્સ પોસ્ટ પર યુઝર્સે ઘણી પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે પૂછ્યું કે, ઘણીવાર ટ્રેન મોડી પડતી હોય છે અને ઝોમેટા આ કઈ રીતે મેનેજ કરશે. બીજા એક યુઝરે મંતવ્ય આપ્યું કે ઘણા મામલે કદાચ ઝોમેટો ડિલીવરી ન કરી શકે અથવા ફરી ટ્રેનના ઘણા કલાક મોડી હોય જેથી કેશ-ઓન ડિલીવરીનો વિકલ્પ મળવો જોઈએ. એક યુઝરે મજાકમાં પૂછ્યું કે, ચા શાંતિથી ડિલીવર કરાશે કે ડિલીવરી એજન્ટ ચા, ચાની બુમો પાડશે.
પ્રવાસીઓને મળશે અનેક વિકલ્પ
સોશિયલ મીડિયાની પોસ્ટને ફરીથી શેર કરતા IRCTCએ લખ્યું કે, અમે રેલ પ્રવાસીઓને ઘણી રીતે ક્વોલિટી ફૂ઼ડ આઈટમ્સ ડિલીવર કરવા કટિબદ્ધ છીએ. આ ભાગીદારીની સાથે અમે ગુણવત્તાયુક્ત ખોરાક ડિલીવર કરીશું અને પ્રવાસીઓને યાત્રાનો ઉત્તમ અનુભાવ આપવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ઝોમેટો પહેલા જ 88 શહેરોમાં પ્રવાસ દરમિયાન રેલમાં ફૂડ ડિલીવરી કરી રહ્યું છે અને હવે 100 સ્ટેશનમાં ફૂડ ડિલીવરી કરવામાં આવશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button