ગુજરાતમાં છેલ્લા બે- અઢી વર્ષથી ત્રીજા ભાગના ગામડાઓમાં વહીવટદારથી ગ્રામિણ સેવા અને પંચાયતીરાજની વ્યવસ્થાઓનું સંચાલન થઈ રહ્યુ છે. ર્ંમ્ઝ્ર અનામતને કારણે 4,665 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી.
જો કે, હવે 27 ટકા બેઠકો અનામત જાહેર કરવા નિર્ણય થતા વર્ષ 2025ના આરંભે આવા ગામોમાં સરપંચ સમેત પંચાયતી રાજની વ્યવસ્થા કાયમ થઈ જશે. વહીવટીદારોનું રાજ હટશે.
રાજ્ય ચૂંટણી આયોગે પાલિકા- પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની સાથે જ ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી યોજવા દરેક જિલ્લા કલેક્ટરોને નવી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી છે. સુત્રોના કહ્યા મુજબ બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકાઓની સાથે જ 4,665 ગ્રામ પંચાયતોમાં પણ સામાન્ય ચૂંટણી યોજાશે. તે માટે ડિસેમ્બર સુધી જાહેરનામા પ્રસિદ્ધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, તે સિવાય જ્યાં પહેલાથી જ પેટાચૂંટણી યોજવાની થાય છે તે બે મ્યુનિસપલ કોર્પોરેશનની બેઠકો, તેમજ 34 નગરપાલિકાઓની ખાલી પડેલી 42 બેઠકો અને જિલ્લા- તાલુકા પંચાયતોની 42 એમ કુલ મળીને 84 બેઠકો ઉપર પણ સામાન્ય ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. સંભવતઃ નવેમ્બરના અંત સુધીમાં આ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા આયોગે તૈયારી દર્શાવી છે. જેથી ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે.
Source link