NATIONAL

Ganeshotsav 2024: મોડી રાત્રે પણ મળી રહેશે ટ્રેન, Mumbai Metroએ કરી જાહેરાત

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ગણેશ પંડાલ તેમજ ઘરોમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ભીડને જોચા સરકાર અને પ્રશાસન દ્વારા સાર્વજનિક પરિવહન સેવા સુચારુ રૂપે થાય તેવા પ્રયાસ કર્યા છે.

મંત્રીએ કરી આ જાહેરાત 

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી લોકો મુંબઇ દાદાના દર્શન કરવા આવે છે. ત્યારે આવનારા ભક્તોને કોઇ અગવડ ન પડે તે માટે મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ અને MMRDAને વિનંતી કરી છે કે ભક્તોને કોઇ મુશ્કેલી ન પડવી જોઇએ. તેઓની સુવિધા માટે મેટ્રો સેવાઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ. મંત્રી લોઢાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો માટે ગણેશ ઉત્સવનું વિશેષ મહત્વ છે. મુંબઈમાં લોકો આ ઉત્સવને ખૂબ જ ઉત્સાહથી માણે છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમે મેટ્રો સેવાઓમાં આ ફેરફાર કર્યો છે. તેનો ઉદ્દેશ્ય છે. ભીડને સુવ્યવસ્થિત રીતે પહોંચી વળવી તેમજ દરેકને તહેવારનો આનંદ માણવા માટેની તક આપવી.

મોડી રાત્રે પણ મળી રહેશે ટ્રેન

11 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર, 2024 સુધી અંધેરી (વેસ્ટ) અને ગુંદાવલી ટર્મિનલથી છેલ્લી મેટ્રો ટ્રેન હવે 11 વાગ્યાને બદલે 11:30 વાગ્યે દોડશે. આ ઉપરાંત, રાત્રિના કલાકો દરમિયાન વધારાની ટ્રેન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે જેથી કરીને ગણેશોત્સવ દરમિયાન મોડી રાત સુધી મંદિરો અને મંડળોમાંથી પરત ફરતા લોકો કોઈપણ સમસ્યા વિના તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

આ ટ્રેન સેવા કરવામાં આવી એસ્ટેન્ડ

1- અંધેરી (વેસ્ટ) અને ગુંદાવલી ટર્મિનલથી છેલ્લી મેટ્રો હવે રાત્રે 11:30 વાગ્યે દોડશે.

2- વધારાની ટ્રેનો ગુંદવાલી અને અંધેરી (પશ્ચિમ) થી દહિસર (પૂર્વ) તરફ સવારે 11:15 અને 11:30 વાગ્યે ઉપડશે.

3- દહિસર (પૂર્વ) થી અંધેરી (પશ્ચિમ) અને ગુંદવાલી તરફ વધારાની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે.

આ સમયગાળા દરમિયાન મુખ્ય સ્ટેશનો પર કુલ 20 વધારાની મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવશે. જે અંધેરી, ગુંદવાલી અને દહિસર (પૂર્વ) વચ્ચે અલગ-અલગ સમયે સેવાઓ પ્રદાન કરશે. આનાથી ભક્તોને કોઈપણ પરિવહન સમસ્યાનો સામનો કર્યા વિના ગણેશ ઉત્સવનો સંપૂર્ણ આનંદ માણવાની તક મળશે.

મુખ્ય સ્ટેશનો પર કુલ 20 વધારાની ટ્રેનો દોડશે.

1. ગુંદાવલીથી અંધેરી (પશ્ચિમ): રાત્રે 10:20, રાત્રે 10:39, 10:50 અને રાત્રે 11 (4 સેવાઓ)

2. અંધેરી (પશ્ચિમ) થી ગુંદાવલી: 10:20 PM, 10:40 PM, 10:50 PM અને 11 PM (4 સેવાઓ)

3. ગુંદવાલી થી દહિસર (પૂર્વ): 11:15 PM અને 11:30 PM (2 સેવાઓ)

4. અંધેરી પશ્ચિમથી દહિસર (પૂર્વ): 11:15 PM અને 11:30 PM (2 સેવાઓ)

5. દહિસર (પૂર્વ) થી અંધેરી પશ્ચિમ: 10:53 PM, 11:12, 11:22 અને 11:33 PM (4 સેવાઓ)

6. દહિસર (પૂર્વ) થી ગુંદાવલી: રાત્રે 10:57, 11:17 PM, 11:27 PM અને 11:36 PM (4 સેવાઓ)


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button