GUJARAT

Godhra News: ગોધરા તાલુકામાં 4 કલાકમાં બે ઈંચ વરસાદ

  • ગોધરામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
  • અનેક સ્થળે ગટર લાઇન બ્લૉક થઈ જતાં ગંદું પાણી પણ રોડ ઉપર રેલાવા લાગ્યું
  • લાંબા વિરામ બાદ મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી થતા લોકો વરસાદમાં મન મૂકીને મોજ માણતા પણ જોવા મળ્યા હતા

ગોધરા શહેર સહિત તાલુકામાં આજ રોજ ચાર કલાકમાં 2 ઈંચ ઉપરાંત વરસાદ ખાબક્યો.જ્યારે કાલોલમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા પામ્યા છે. આજે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો ખુશખુશાલ થવા પામ્યા છે.

ગોધરા શહેર સહિત તાલુકાના વાવડી, વેગનપુર, સતંરોડ, છબનપુર સહિતના વિસ્તારોમાં મેધરાજાની ભારે જમાવટ જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી થતા લોકો વરસાદમાં મન મૂકીને મોજ માણતા પણ જોવા મળ્યા હતા.ભારે વરસાદ થતાં શહેરનાં અનેક નીચાણવાળા વિસ્તારો જળ બંબાકાર થવા પામ્યા છે.

વરસાદ ને કારણે ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, લાલબાગ બસસ્ટેન્ડ, ભૂરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરીમાતા મંદિર, આધ્યમહેશ્વરી સોસાયટી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારોમાં ગટર લાઇન બ્લૉક થઈ જતાં ગંદકીનું પાણી પણ રોડ ઉપર રેલાવા લાગ્યું હતું તેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.લાલબાગ બસ સ્ટેશન પાસે તેમજ જિલ્લા પંચાયત,કલેકટર સંકુલ,જિલ્લા કોર્ટના વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયા હતા. ગોધરામાં 55 મી મી, મોરવામાં 41મી મી, શહેરામાં 20 મી મી, કાલોલમાં 67 મી મી, ઘોઘંબામાં 2 1 મી મી, હાલોલમાં 41મી મી અને જાંબુઘોડામાં 8મીમી વરસાદ નોંધાયો હતો.

શહેરા પંથકમાં ભારે વરસાદને પગલે ડાંગર અને મકાઈના પાકને જીવતદાન

શહેરામાં શુક્રવારના રોજ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ખુશખુશાલ થવા સાથે ખેતરમાં રહેલા ડાંગર અને મકાઈના પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે જન્માષ્ટમી પહેલા વરસાદના આગમનના પગલે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા દૂર થઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button