BUSINESS

Gold Silver Price: સોના-ચાંદીનાં ભાવમાં થયો ફેરફાર, જાણો તમારા શહેરની કિંમત

  • દેશભરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો
  • દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે
  • અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 66,750 છે

18 ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધનના એક દિવસ પહેલા દેશભરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે દિલ્હી અને ગુરુગ્રામમાં 24 કેરેટ સોનાની કિંમત 72,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર છે જ્યારે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં તેની કિંમત 72,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની કિંમત પણ વધીને રૂ. 86,000 પ્રતિ કિલો થઈ ગઈ છે જે છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર વધારો છે.

દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ બદલાય છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જાણો અમદાવાદમાં સોનાના ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 66,750 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 72,820 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 66,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનું 72,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 66,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સોના અને ચાંદીના વાયદાના વેપાર માટે દર શનિવાર અને રવિવારે બંધ રહે છે. એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના વેપારમાં પણ તેજી જોવા મળી છે. 16 ઓગસ્ટના રોજ, MCX માં ઓક્ટોબર ડિલિવરી માટે સોનાના કોન્ટ્રેક્ટની કિંમત રૂ. 269 અથવા 0.38 ટકા વધીને રૂ. 70,405 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. સોનાના ભાવમાં આ ઉછાળાને કારણે ગોલ્ડ લોન કંપનીઓની માંગ પણ વધી છે જેમાં જૂનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કાપની વધુ અપેક્ષા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર શનિવારે પીળી ધાતુની કિંમત ઔંસ દીઠ રેકોર્ડ $2,501 પર પહોંચી ગઈ હતી.

વિશ્લેષકોના મતે ડોલર ઇન્ડેક્સ ઘટ્યો હતો જેના કારણે વિદેશી ખરીદદારો માટે સોનું વધુ આકર્ષક બન્યું હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડિરેક્ટર જણાવ્યું હતું કે, હાલનાં કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં કાપ એ ભારતીય રોકાણકારો માટે એક વરદાન હતું અને છૂટક ઉપભોક્તાઓ તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીની માંગમાં વધારો થવાની ધારણા છે.’


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button