અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે રૂા.25 કરોડના નવા પ્રૉજેક્ટોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયુ હતું. જેમાં નવીન આઈ.પી.ડી. અને ઑ.પી.ડી. બિલ્ડિંગ, અત્યંત આધુનિક સાધનોથી સજ્જ 25 બેડનું આઈ.સી.યુ. અને દર્દીઓ તથા તેમના સંબંધીઓને રહેવા માટે ડોરમેટ્રી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું, સાથે સાથે 3 નવા ડાયાલીસીસ મશીન અને ડોક્ટર્સ ક્વાર્ટર નું લોકાર્પણ કરાયું હતું.
દર્દી મૈત્રીપૂર્ણ નવીન આઈ.પી.ડી.અને ઑ.પી.ડીના બિલ્ડિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અને સંબંધીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવા આપી શકાશે. આ પ્રોજેક્ટની લાગત 15 કરોડ જેટલી હશે, જેના માટે સ્વ. જે.બી.મોદી, સ્વ. ડી.બી.મોદી અને એસ.બી. મોદી અને મોદી પરિવાર દ્વારા અનુદાન અપાયેલ છે. ઇમરજન્સી કેસોમાં તથા સારવાર નિમિત્તે ડોક્ટરની ઉપસ્થિતિ ખૂબ અગત્યની બને છે, તે માટે ડૉક્ટર ક્વાર્ટરનું નિર્માણ કરાયું છે, આ પ્રોજેક્ટને વેગ મળે તે માટે મોદી પરિવાર દ્વારા 3 કરોડનું અનુદાન અપાયું છે. 3 ડાયાલીસીસ મશીન માટે 30 લાખ અને ગરીબ દર્દીઓ માટે 70 લાખનું અનુદાન ભારતીબેન મોદી અને શિરીષ મોદી દ્વારા કરાયેલ છે. હોસ્પિટલમાં હાલ 16 બેડનું આઈ.સી.યુ કાર્યરત છે,
હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર મહિને 800 થી વધારે દર્દીઓની સારવાર કરાય છે, જેમાંથી ઘણાને સઘન સારવારની જરૂર રહેતી હોય છે, નવીન આઈ.સી.યુ. ના વિસ્તરણ માટે ઝઘડીયા સ્થિત એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 75 લાખનું અનુદાન અપાયું છે. દર્દી અને સંબંધીઓ માટે રહેવાની સુવિધાને લઈને ડોરમેટ્રીનું ભૂમિપૂજન કરાયું છે.
Source link