GUJARAT

Gujarat: PM Modi 3 દિવસ રાજ્યના પ્રવાસે, જાણો તમામ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી

લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે સૌ કોઈ વડાપ્રધાન મોદીને આવકારવા તૈયાર છે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવી ગયો છે. તેમાં 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં રોકાશે. ત્યારે તેમના કાર્યક્રમોની સંપૂર્ણ વિગતો આવી ગઇ છે.

આગામી 15 થી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન મોદી તેમના જન્મ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. ત્યારે 16 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDC મેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે.ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે સીઆર પાટીલે આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી હતી

જાણો 15 સપ્ટેમ્બરના કાર્યક્રમ:

વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદમાં આગમન કરશે. તેમજ સાંજે 4.30 કલાકે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે. એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પલેક્સની વિઝિટ કરશે. સાંજે છ વાગ્યે રાજભવન જશે. તથા રાત્રે રાજભવન ખાતે રોકાણ અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણો 16 સપ્ટેમ્બરના કાર્યક્રમ

વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જીમાં ભાગ લેશે. તથા બપોરે 12 વાગ્યે રાજભવન પરત ફરશે. બપોરે 1.30 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. જેમાં ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી GIFT સિટી સુધીની મુસાફરી કરશે. બપોરે 3.30 વાગ્યે અમદાવાદના GMDC ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. સાંજે 6 વાગ્યે રાજભવન પર ફરશે અને રાત્રિ રોકાણ કરશે. 17 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સવારે 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button