GUJARAT

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

  • અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા રહેશે
  • વરસાદમાં પાણી ભરાવાને કારણે જન ધનની કાળજી રાખવી
  • સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજે રાત્રે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગર – અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. વડોદરા આજુબાજુના ગામડાઓમાં જળસંકટ ઊભું થઈ શકે છે.

ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,28 ઓગસ્ટ સુધી રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ. રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે. દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

સપ્ટેમ્બર મહિનામા પણ સારો વરસાદ રહેવાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમબર મહિના પણ વરસાદની આગાહી કરી છે.2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમા સારો વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.12 થી 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલ દ્વારા ઓગષ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અગામી 48 કલાક પણ ગુજરાત માટે ભારી

અંબાલાલે ગુજરાતના વરસાદ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે,સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે 6 તારીખની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહી શકે છે.આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button