GUJARAT

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. તેમાં મહિસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ તથા પંચમહાલ, વડોદરા તેમજ છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

અગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમરેલી, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં અગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મહીસાગર અને દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ તથા બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરાયુ છે. આજે છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આવતી કાલે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે

સાતમી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, , પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, સુરત, અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button