GUJARAT

Gujarat Rain: જામનગરમાં બે દિવસમાં 25 ઇંચ વરસાદ વરસ્યો

  • શહેરમાં વરસાદથી ઠેર ઠેર ભરાયા હતા પાણી
  • પાણી ઓસરતા તારાજીના દૃશ્યો આવ્યા સામે
  • ઘરોમાં ઘર-વખરી સહિત ચીજવસ્તુઓને નુકસાન

જામનગર શહેર-જિલ્લામાં સોમવારથી મેઘરાજાનું આગમન થયું અને જાણે જિલ્લામાં મૂકામ કર્યો હોય તેમ સુપડાધારે વરસાદ વરસ્યો હતો. સતત બે દિવસમાં 25 ઈંચ જેટલો વરસાદ પડી જતા સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. હાલ શહેરના અનેક વિસ્તારો કાદવ-કીચડને કારણે રોગચાળની સ્થિતિ ઉભી થઇ છે.

શહેરમાં 300 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં શહેરી વિસ્તારમાં 300 લોકોનું રેસ્ક્યુ કરી અને 1500 નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાયું હતું. હાલ તો ભારે વરસાદ બાદ પૂરનાં પાણી ઓસરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં તારાજીનાં દૃશ્યો સામે આવ્યા છે. પૂરમાં કેટલાક વાહનોમાં ભારે નુકસાન થયું છે. ઈમારતોને પણ ક્ષતિ પહોંચી છે. વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પણ પાણી ઘૂસતા કિંમતી ઘરવખરી તથા વાહનોમાં ભારે નુકસાન થયું છે. પૂરનાં પાણી ઓસર્યા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને પગલે રોગચાળાની પણ ભીતિ છે. ઘણા લોકો તહેવારોની રજા માણવા બહારગામ ગયા હોય સાર્વત્રિક વરસાદથી રસ્તાઓ બંધ થતા તથા પરીવહન પ્રભાવિત થતા ફસાઇ ગયા હતાં અને પાછળથી તેમનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. તેઓ પણ માધ્યમોમાં પ્રકાશિત થતા જામનગરનાં ભયાનક દૃશ્યો નિહાળી વાહન વ્યવહાર સામાન્ય થતા જલ્દી ઘરે પહોંચવા અધીરા થયા છે. શહેરમાં સાતમ આઠમનાં તહેવાર ઉપર જ આવેલ કુદરતી આફતે ભારે તારાજી સર્જી છે જે પૂરનાં પાણી ઓસરતા સપાટી પર આવી છે.

ઘરવખરીને ભારે નુકસાન થયું

જામનગરમાં શહેરમાં આજે સંદેશ ન્યૂઝ દ્વારા શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીમાં રિયાલિટી ચેક કરતા પરુના પાણીમાં ઓસર્યા બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા હતા. લોકોના ઘરની બહાર સોફાસેટ, કબાટ, ફ્રિજ, ઘરઘંટી, પેટી પલંગ, ગાદલા-ગોદળા સહિતની ઘરવખરીની ચીજવસ્તુઓને વ્યાપક નુકશાન થયેલ જોવા મળ્યું. હાલ પાણી ઓસર્યા બાદ લોકોને થોડી રાહત મળી રહી છે, અને જનજીવન થાળે પડી રહ્યું છે, જો કે હજુ પણ અનેક વિસ્તારની સ્થિતિ દયાજનક છે. શહેરની અનેક સંસ્થાઓએ માનવતા મહેકાવી અને ફૂડ પેકેટ તૈયાર કરી તંત્રને સુપ્રત કરી રહ્યાં છે. જોકે આ પૂર આવ્યા બાદ તંત્ર દ્વારા આ બાબતે લોકોની વ્હારે સરકાર આવે અને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ રાહત સર્વે કરી પેકેજ જાહેર કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button