GUJARAT

Gujarat Rains: ભારે વરસાદમાં ફસાયેલા 33 લોકોનું ICGએ કર્યુ દિલધડક રેસ્ક્યુ

  • ભારતીય કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કર્યુ
  • પડકારજનક પરિસ્થિતિઓ અને ઓછી વિઝિબિલિટી વચ્ચે ICGએ કર્યુ રેસ્કયુ
  • ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ કુલ 33 લોકોને બચાવી લીધા

ભારતીય કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્ય મથક 1, (દક્ષિણ ગુજરાત, દમણ અને દિવ)એ વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને સ્થળાંતર કરવાની કટોકટીની પરિસ્થિતિ માટે પૂરા જોશ સાથે પ્રતિક્રિયા આપી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કર્યુ

ભારે વરસાદના કારણે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે રાષ્ટ્રીય/રાજ્ય આપત્તિ રાહત એજન્સીઓની ગ્રાઉન્ડ ટીમો પાણીના પ્રવાહ અને ઉચા સ્તરને કારણે પહોંચી શકી ન હતી. આવા વિસ્તારોમાં ભારતીય કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કર્યુ અને તે તમામ લોકોના જીવ બચાવીને સલામત સ્થળે ખસેડ્યા છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ કુલ 33 લોકોને બચાવી લીધા

ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદર/જામનગર જિલ્લાના થેપાડા, એરડા, માલ, ફટાણા અને પીથડ ગામોમાંથી વરસાદના કારણે ફસાયેલા મહિલાઓ, બાળકો સહિત કુલ 33 લોકોને બચાવી લીધા હતા. અવિરત વરસાદને કારણે વહેતી નદી અને ગામોમાં પૂરના કારણે લોકો છત પર અને અન્ય કામચલાઉ સ્થળોએ ફસાયેલા હતા. આવી પડકારજનક જગ્યાઓ પર ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે.

પડકારજનક પરિસ્થિતિઓ અને ઓછી વિઝિબિલિટી વચ્ચે ICGની કામગીરી

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારે વરસાદ અને પવનની ખૂબ જ તીવ્રતા રહી છે અને આવી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં ICGએ ALH હેલિકોપ્ટર દ્વારા તેમની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરીને ખૂબ જ મર્યાદિત સમયની અંદર જોખમી વિસ્તારોમાંથી તમામ અસરગ્રસ્તોને કર્મચારીઓએ ચપળતાપૂર્વક બચાવી લીધા. બચાવી લેવાયેલા લોકોમાં ઘણા બાળકો સહિત જેઓ ડિહાઈડ્રેટેડ થયા હતા અને થાકી ગયા હતા તેમને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button