NATIONAL

Himachal Flood: હિમાચલમાં ભારે વરસાદ પછી 47 માર્ગો બંધ, પૂરની ચેતવણી

હિમાચલ પ્રદેશમાં શનિવારે ભારે વરસાદ પછી સુરક્ષાના ભાગ રૂપે 47 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક હવામાન કચેરીએ શિમલા, સોલન અને સિરમૌર જિલ્લામાં પૂરના ખતરના ચેતવણી જાહેર કરી છે. 

 મળતી માહિતી અનુસાર, રાજ્ય ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 18 વીજળી અને પાણી પુરવઠા યોજના વરસાદને લીધે પ્રભાવિત છે. માલરોઓમાં સૌથી વધુ 64 મિનિ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ પંડોહમાં 32.5 મિમિ, બરથીનમાં 30.4 મિમિ, અઘારમાં 29.8 મિમિ, મંડીમાં 28 મિમિ. સુંદરનગરમાં 18 મિનિ, ધોળાકૂવામાં 13 મિમિ વરસાદ વરસ્યો છે. મનાલીમાં 12 મિમિ, સરાહનમાં 11 મિમિ વરસાદ થયો છે.

હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લામાં પૂરની ચેતવણી

સ્થાનિક હવામાન કચેરીએ રવિવાર સુધી શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમ પૂરની ચેતવણી આપી છે. કેન્દ્રએ જણાવ્યું છે કે, મંડીમાં 13, કાંગડામાં 11, શિમલા અને કુલ્લુમાં નવ-નવ, ઊનામાં બે અને કિન્નોર-સિરમૌર તેમજ લાહોલ સ્પીતિ જિલ્લામાં એક-એક સહિત 47 માર્ગો પરિવહન માટે બંધ છે.

હિમાચલ પ્રદેશમાં 27 જૂને રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 21 ટકા ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ 652.1 મીમીની સામે 517.8 મીમી વરસાદ નોંધાયો છે. 27 જૂનથી 6 સપ્ટેમ્બર દરમિયાન ચાલુ ચોમાસાની મોસમ દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 157 લોકોના મોત થયા છે અને રાજ્યને 1,303 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button